Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જૂનાગઢ જિલ્લામાં નવ સ્થળેથી જુગાર રમતા ૫૫ શખ્સ ઝડપાયા

-રોકડ, બાઇક તથા મોબાઈલ મળી ચારેક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢ,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

જૂનાગઢ જિલ્લામાં પોલીસે નવ સ્થળેથી જુગાર રમતા ૫૫ શખ્સોને ઝડપી લઇ રોકડ, બાઇક તથા મોબાઇલ મળી ચાર લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.

વિસાવદર પોલીસે ભલગામમાંથી જુગાર રમતા વિનુ નાથા ધામલીયા સહિત આઠ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ ૨૮૪૩૦ન મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે સાબલપુર ચોકડી જીઆઇડીસીમાં મયુર ઇન્ડસ્ટ્રીઝમાં જુગાર રમતા કિશોર રામજી દુધાત્રા સહિત છ શખ્સો ૫૦૯૧૦ના  મુદામાલ સાથે પકડાયા હતા. કેશોદમાંથી કેશવ મોહન સોલંકી સહિત સાત ૬૫૫૦ના મુદામાલ સાથે તથા માંગરોળમાંથી પાર્થ જીતેન્દ્ર જોષી સહિત છ ૯૨ હજારથી વધુના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપાયા હતા. બાંટવા નજીકના એકલેરામાંથી દિનેશ રામજી વેગડા સહિત પાંચ ૪ હજારની મતા સાથે જુગાર રમતા ઝડપાયા હતા.

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે સહજાનંદ સોસાયટીમાંથી નિલેષ મોહન કાછડીયા, વિનુ વલ્લભ સહિતના ચારને ૭૯૮૦૦ તથા વાડલાની સીમમાંથી એલસીબીએ મનિષ જેરામભુવા અરવિંદ કાળા સહિત નવ શખ્સોને ૨.૩૭ લાખની મતા સાથે જુગાર રમતા પકડાયા હતા. જ્યારે માળીયા હાટીના તાલુકાના અમરાપુર લક્કડધાર વિસ્તારમાંથી હરજી ગોવિંદ વાઘેલા સહિત સાત શખ્સો ૨૩૯૫૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડાયા હતા.

Post Comments