Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇસ્લામ વિરોધી ટ્વિટ મુદ્દે દુબઈની હોટલે ભારતીય શેફને કાઢી મૂક્યા

નવી દિલ્હી, તા. ૧૩ જુન 2018,બુધવાર

દુબઈની જે ડબલ્યુ મેરિયટ માર્કિસ હોટલમાં કામ કરનારા સેલીબ્રિટી શેફ (મહત્વના રસોઇયા) અતુલ કોચરને તેમના એક ટ્વિટ અંગે નોકરીમંથી છુટા કરી દેવાયા છે. કોચરે પ્રિયંકા ચોપરાના કવાંટિકોમાં દર્શાવાયેલી ભારતીયોની આતંકી છબી અંગે ફરી ટિવટ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

જયારે કવાંટિકોના આ એપિસોડ અંગે હિન્દુઓએ વિરોધ વ્યક્ત કરતા પ્રિયંકાએ ટિવટ કરીને માફી માંગી હતી. ત્યાર બાદ કોચરે રિટિવટ કરતા લખ્યું હતું કે, 'એ બાબત બહુ દુઃખદ છે કે તમે એ હિન્દુઓની લાગણીની કદર ન કરી જે ગત ૨૦૦૦ વર્ષથી ઇસ્લામના આતંકનો શિકાર બની રહ્યા છે. તમારા માટે આ શરમજનક છે.

અતુલ કોચર મેરિયટ માર્કિસ હોટલના રંગમહેલ રેસ્ટોરાના સ્ટાર શેફ હતા. આ ટિવટર બાદ તેમણે જો કે ટુંકમાં માફી માંગી હતી કે, 'મારૃં ટિવટ અર્થહિન છે, કેમ કે મેં તેમાં ૨૦૦૦ વર્ષથી હિન્દુઓ આતંકનો શિકાર બન્યાનું નોંધ્યું છે.

જયારે વાસ્તવમાં ઇસ્લામ ૧૪૦૦ વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવ્યો છે. મને મારી ભૂલનો ખ્યાલ આવ્યો છે. અને હું મારા મુસ્લિમ દોસ્તો અને સમુદાયની માફી માગુ છું. તેમણે પોતાના મંતવ્યો ટિવટર પરથી રદ્દ (ડિલિટ) કરી દીધા હતા.

આ ઘટના બાદ હોટલના જનરલ મેનેજર બિલ કેફરે કહ્યું હતું કે, શેફ અતુલ કોચરને તેમણે કરેલા ટિવટ અંગે, અમે તેમની સાથે કરેલું એગ્રીમેન્ટ રદ્દ કર્યું છે. હવે તેઓ અમારી સાથે કામ કરશે નહીં. કવાંટિકોમાં અમેરિકાના એક આતંકી હુમલામાં ભારતીય રાષ્ટ્રવાદીઓનો હાથ ગણાવીને, હુમલાખોરોને હિન્દુ દર્શાવાયા હતા.

તેનો ઘણા હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ફિલ્મ મેકર અશોક પંડિતે આ બાબતે કહ્યું કે અતુલ કોચરને પણ પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. તેમને છુટા કરાયા તે બાબત ખોટી છે. હું વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સાથે પણ આ અંગે ચર્ચા કરીશ.

Post Comments