Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકન હેલ્થ કેર : પ્રજાનો ભરોસો જીતાતો નથી

- સરકારના પ્રતિનિધિઓ પાસે જ ચોક્કસ માહિતી નથી

- રીપબ્લીકન પાર્ટીએ કોઈ મોટો વિજય મેળવ્યો હોય એમ વર્તે છે પરંતુ પ્રજાને માહિતી અપાતી નથી : પ્રજાના કલ્યાણ અર્થે પગલા લેવા જોઈએ

(પ્રતિનિધિ સુરેશ શાહ દ્વારા)    બાર્ટલેટ શિકાગો, તા.૧૫

અમેરીકાની રીપબ્લીકન પાર્ટીના હાઉસના નેતાઓએ બે અઠવાડીયા પર ફક્ત એક મતની નજીવી બહુમતીથી પસાર કરેલો ધી અમેરીકન હેલ્થકેર એક્ટ અમેરીકન પ્રજાના મતે એક અત્યંત ખરાબ અને ક્રુર મશ્કરી સમાન છે એવું સર્વે પ્રજાજન માની રહ્યા છે અને આ પાર્ટીના હાઉસના સભ્યો પ્રત્યે ફીટકારની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે.

હાલમાં આ સભ્યો હાઉસમાં કાર્યવાહી બંધ હોવાથી તેઓ પોતાના મતદાર ક્ષેત્રમાં આ પસાર કરેલા કાયદાઓ અંગે જરૃરી માહિતી આપવા માટે યોજવામાં આવેલ ટાઉનહોલ મીટીંગમાં હાજર રહેલી પ્રજાએ આ અંગે જે તે સભ્યોને પ્રશ્ન પુછતાં યોગ્ય પ્રત્યુત્તર સભ્યો ન આપી શકતા તેઓના પર ઉગ્ર વાણીઓ દ્વારા અનેક પ્રકારના પ્રહારો કરવામાં આવ્યા હતા અને કેટલીક ટાઉન હોલ મીટીંગોમાં પોલીસોએ હાજર રહી શાંતિ સ્થાપવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ હેલ્થકેર અંગે ઉતાવળથી પસાર કરવામાં આવેલ નવા કાયદા અંગે ખુદ હાઉસના સભ્યોને જરૃરી માહિતી ન હતી અને પ્રજામાં અનેક પ્રકારનો અસંતોષ જોવા મળતો હતો.

હેલ્થકેર ઈન્સ્યોરન્સ અંગે જે નવો કાયદો પસાર કરવામાં આવેલ છે તે ફક્ત નજીવા એક મતની બહુમતીથી પસાર કરવામાં આવેલ છે. અને તેમાં જાણે રીપબ્લીકન પાર્ટીના હાઉસના પ્રતિનિધિઓએ જાણે એક મોટી ધાડ મારી હોય તેવો દેખાવ કરે છે પરંતુ તેઓ પોતાના મત ક્ષેત્રમાં જઈને પ્રજાને આ નવા કાયદા અંગે જે જરૃરી માહિતી આપવી જોઈએ તેમાં તેઓ સરિયામ નિષ્ફળ ગયેલ છે. અમેરીકન પ્રજાના નસીબની બલીહારી એ છે કે જેઓએ હાઉસમાં ચુંટીને જે પ્રતિનિધિઓને મોકલેલ છે તેમાના મોટા ભાગના સભ્યોએ આ કાયદાઓનો જરૃરી અભ્યાસ કરેલ નથી.

આજે સમગ્ર વિશ્વમાં સેનેટ અને હાઉસમાં ચુંટાયેલા સભ્યો અભ્યાસુ, સાચી સમજવાળા અને પ્રજાના કલ્યાણ અર્થે નવા નવા કાયદાઓ કરે છે એવી એક પ્રબળ માન્યતા રહેલ છે પરંતુ ધી અમેરીકન હેલ્થ કેર એક્ટ અંગે રીપબ્લીકન પાર્ટી દ્વારા જે કાર્યવાહી થઈ તેનાથી આ પાર્ટીના સભ્યો તથા તેમની પ્રતિભા જગજાહેર થઈ જવા પામેલ છે અને આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે અમેરીકાની ૨૩ ટકા પ્રજા આ નવા કાયદાને માન આપવા તૈયાર છે જ્યારે ૭૭ ટકા લોકો આ કાયદા પ્રત્યે સુગ ધરાવી રહ્યા છે. આ નવા હેલ્થકેર બીલ અંગે દરેક સભ્યે ગંભીરતાથી વિચાર કર્યા બાદ જરૃરી પ્રજાના હિતાર્થે નિર્ણય લેવો જોઈએ તેવો કોઈ પણ પ્રકારનો ગંભીર પ્રયાસ આ કાયદા અંગે હાથ ધરવામાં આવેલ નથી તેથી આવી પ્રક્રિયા કોઈ પણ દેશ માટે શોભનીય નથી.

જ્યારે બીલ પસાર કરવામાં આવ્યું ત્યારે પાટનગરમાં રીપબ્લીકન પાર્ટીના હાઉસના સભ્યોને પત્રકારો દ્વારા આ બીલનો અભ્યાસ તમોએ કર્યો છે કે કેમ એમ પુછવામાં આવતાં લગભગ ઘણાં સભ્યોએ તેનો નામાં જવાબ આપ્યો હતો. હવે આવા સભ્યો માટે પ્રજા શું વિચારે તે સહેલાઈથી સમજી શકાય તેવી બીના છે. હાલમાં ઓબામા કેર હેલ્થ ઈન્સ્યોરન્સને પૈસાદાર વર્ગ તરફથી ટેક્ષ રૃપે એક ટ્રીલીયન ડોલર તેમાં કાપ મુકવામાં આવેલ છે તે રકમ હવે ધનવાનોને ફાળે જાય તો નવાઈની વાત નથી.

હાઉસે પસાર કરેલ હેલ્થકેર બીલ અંગેનો કાયદો હવે સેનેટને મોકલવામાં આવેલ છે પરંતુ આ અંગે જાણવા મળે છે તેમ સેનેટના સભ્યો હાઉસમાં બીલ પસાર થયું તે પહેલાં તેના સભ્યોના સંપર્કમાં હતા પરંતુ તેમાં છેલ્લી ઘડીએ અનેક સુધારાઓ થતાં હવે સેનેટના સભ્યોએ પોતાનું એક અલગ પ્રકારનું હેલ્થકેર બીલ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને તમામ સેનેટરોનો સહકાર પ્રાપ્ત કરીને તેઓ આગળ વધવા માંગે છે એવો નિર્દેશ સેનેટરોએ અમેરીકન પ્રજાને આપેલ છે.

હાઉસમાં હેલ્થકેર બીલ અંગે જે કાર્યવાહી થઈ તેનાથી અમેરીકન પ્રજા માહિતગાર છે અને તેવી પછડાટ સેનેટના સભ્યો ખાવા નથી માંગતા અને તેઓ આ બીલ અંગે લેશમાત્ર ઉતાવળ કરવા માંગતા નથી અને શાંતિથી તેમાં જરૃરી ચર્ચા વિચારણા કરી આગળ વધવા માંગે છે. આ બીલ અંગે જો વાઈટ હાઉસ તરફથી ઝડપથી  કાર્યવાહી કરવાનું દબાણ આવે તો તેના તાબે ન થવાનો કેટલાક સેનેટરોએ મક્કમપણે નિર્ધાર કરેલો છે માટે વાઈટ હાઉસના અધિકારીઓ આ અંગે હવે કોઈ પણ પ્રકારની ચંચુપાત નહીં કરે એમ જાણવા મળે છે છતાં જો તે અંગેના કોઈપણ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે તો મક્કમ પણે તેનો સામનો કરવામાં આવશે એવું હાલના વાતાવરણ પરથી માલૂમ પડે છે.

Post Comments