Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડોનાલ્ડ ટ્રમ્પની ‘ડ્રીમ ટીમ’માં વધુ એક ભારતીયનો સમાવેશ થાય તેવી શક્યતા

- ટોમ પ્રાઇસના રાજીનામા બાદ સ્વાસ્થ્યમંત્રીની રેસમાં બે ભારતીય મોખરે

- પ્રાઇવેટ જેટ કૌભાંડ બાદ ટોમ પ્રાઇસને સ્વાસ્થ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું

ન્યુયોર્ક, તા. 30 સપ્ટેમ્બર 2017, શનિવાર

અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી ટોમ પ્રાઇજના રાજીનામા બાદ હવે મીડિયામાં ભારતીય મુળના બે અમેરિકનો જગ્યા લે તેવી ચર્ચા ચાલી રહી છે. સત્તાવાર પ્રવાસ દરમિયાન ખાનગી વિમાનનો ઉપયોગ કરવાનો આરોપસર પ્રાઇસે શુક્રવારના રોજ રાજીનામું આપ્યું.

અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી ટોમ પ્રાઇસે સત્તાવાર પ્રવાસ દરમિયાન મે 2017 સુધીમાં 26 ખાનગી વિમાનનો ઉપયોગ કર્યો હતો. જોકે આ મુદ્દે તોએ જાહેરમાં માફી પણ માંગી ચુક્યા પણ આ ઘટનાના કારણે સ્વાસ્થ્ય વિભાગની ટીકા થતા રાજીનામું આપવું પડ્યું.

મીડિયા રિપોર્ટ અનુસાર પ્રાઇસ પર સત્તાવાર પ્રવાસ દરમિયાન મોંઘા ચાર્ટડ વિમાનનો ઉપયોગ કરવાનો આરોપ હતો. ગુરૂવારના રોજ તેમણે કહ્યું કે 50,000 ડોલરનો ચેક આપ્યો હતો. જોકે મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર પર આ સમગ્ર વિમાનો ખર્ચ 10 લાખ ડોલર આવ્યો હતો. વ્હાઇટ હાઉપે પોતાના નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રાઇસનું રાજીનામું સ્વીકારી લીધું છે.

પ્રાઇસના રાજીનામા બાદ અમેરિકન મીડિયાએ આ પદ માટે સંભવિત ઉમેદવારોનું અનુમાન લગાવવાનું શરૂ કરી દીધુ છે. મીડિયામાં ભારતીય અમેરિકન સીમા વર્મા અને બોબી જિંદાલ પ્રાઇસની જગ્યા લે એવી અટકળો છે. સત્તાવાર મીડિયા રિપોર્ટમાં સીમા વર્મા આ યાદીમાં ટોચ પર રાખવામાં આવી છે.

Post Comments