Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બે એરિયાના મિલપિટાસમાં BAPS ચેરિટિઝ ગ્રીન વોક ૨૦૧૮નું ભવ્ય આયોજન

BAPS સ્વામિનારાયણ સંસ્થા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના ઉચ્ચ આદર્શો જેવા કે વિશ્વાસ, પ્રેમ, સુમેળ, એકતા, નિશ્વાર્થ સેવા દ્વારા વ્યક્તિનો વિકાસ અને ચારિત્ર્ય નિર્માણ કરી સમાજમાં સેવા પ્રદાન કરતી આધ્યાત્મિક સંસ્થા છે.

પ્રમુખ સ્વામિ અક્ષરધામ પામ્યા બાદ બહ્મસ્વરૃપ શાસ્ત્રીજી મહારાજના સંત સમાગમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાઓના સમાજસેવાના, રાષ્ટ્રિય એકતા અને વિકાસ સાધવા માટેના સેવા કાર્યોને ખૂબ વેગ મળ્યો છે.
દુનિયાના પાંચ ખંડ અને ૯ દેશોમાં BAPS ચેરિટિઝ હેલ્થ, શિક્ષણ, માનવતાવાદી કલ્યાણકારી સેવાઓ, પર્યાવરણ અને કુટુંબ અને સમાજના ઉત્કર્ષ માટેની અનેક નિશ્વાર્થ સેવાભાવી પ્રવૃત્તિઓ મોટાપાયે અમલમાં મુકે છે.

BAPS ચેરિટિઝે શનિવાર ૧૬ જુન, ૨૦૧૮ના રોજ ૨૧મા વાર્ષિક વોકેથોનનું મિલપિટાસ નગરના Ed. R. Levin કાઉન્ટી પાર્કમાં આયોજન કર્યું હતું.

સિટી ઓફ મિલપિટાસના વા.મેયર  Ms. Marsha Grilli ના અતિથિ વિશેષપદે આશરે ૬૦૦થી વધુ ભાઈઓ-બહેનોએ ગ્રીનવોક- ૨૦૧૮માં ભાગ લીધો હતો. મિલપિટાસ યુનિફાઈડ સ્કુલ ડિસ્ટ્રીક્ટના લાભાર્થે અને વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણના પ્રશ્નોનો હલ લાવવાની ઝુંબેશને વેગ આપવા Green Walk- ૨૦૧૮નું આયોજન કરાયું હતું.

આ વર્ષે અમેરિકાના અનેક શહેરોમાં Green Walk- ૨૦૧૮નું ભવ્ય આયોજન થયું હતું.૨૦૨૫ના વર્ષ સુધીમાં ૧ બિલિયન વૃક્ષારોપણનો લક્ષ્યાંક પાર પાડવા BAPS ચેરિટિઝ દર વર્ષે અમેરિકાના ઘણા શહેરોમાં વોકેથોનનું આયોજન કરે છે. આ વર્ષે Green Walk - ૨૦૧૮ દ્વારા આશરે ૧૬૫૦૦૦ ડોલર એકત્ર કરી ૧૩૦૦૦૦થી વધુ વૃક્ષો રોપવાના કાર્યને વેગ આપવા કટીબદ્ધ છે.

મિલપિટાસ નગરની મિલપિટાસ યુનિફાઈડ સ્કુલ ડિસ્ટ્રિક્ટની સ્કુલોના આશરે ૧૦૦૦૦થી વધુ વિદ્યાર્થીઓના લાભાર્થે પણ Green Walk-૨૦૧૮ દ્વારા એકત્ર થયેલી દાનની રકમનો ઉપયોગ કરાશે.Marsha Grilli એ પર્યાવરણ સુધારણા માટે અને શૈક્ષણિક સંસ્થાઓ અને આવનારી પેઢીના શિક્ષણ દ્વારા કલ્યાણની પ્રવૃત્તિઓની ખૂબ સરાહના કરી હતી.

ગ્રીનવોકમાં ભાગ લેનાર દર્શના પટેલે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૫ વર્ષથી વોકેથોનમાં ભાગ લે છે અને BAPS ચેરિટિઝના ઉચ્ચ આદર્શોને સાકાર કરવા સહયોગ આપે છે.

Post Comments