Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઊંઝા સહિત સમગ્ર જિલ્લામાં સર્વર ઠપ થતાં વ્યાજબી ભાવના સંચાલકોને હાલાકી

- દિવાળીના તહેવારો નજીક છે ત્યારે

- દિવાળી ટાણે વિતરણ ન થતાં લાભાર્થી અને દુકાનદારો વચ્ચે ઉશ્કેરાટ : ઈ-સીસ્ટમનો બહિષ્કાર કરી મેન્યુઅલ સિસ્ટમથી વિતરણ કરવા ચિમકી

ઊંઝા, તા. ૧૨ ઓક્ટોબર ગુરુવાર 2017

ઊંઝા સહિત સમગ્ર જિલ્લામાં  છેલ્લા પાંચ દિવસથી સરકારી સર્વર ઠપ થઈ જતા વ્યાજબી ભાવની દુકાનોમાં માલ ઉપલબ્ધ હોવા છતાં દિવાળી ટાણે લાભાર્થીઓને વિતરણ થઈ નહિ શકતા ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઉશ્કેરાટ ફેલાયો છે. જેના કારણે ઈ સીસ્ટમનો બહિષ્કાર કરી મેન્યુઅલ સીસ્ટમથી માલનું વિતરણ કરવાની ચીમકી યુનિયને આપી છે.

આ સંદર્ભે ફેર પ્રા. શો એસોસિએશનના રાજ્યના મહામંત્રી અને મહેસાણા જિલ્લાના પ્રમુખ અલ્પેશભાઈ શાહે સરકારની ઢીલી નીતિની ટીકા કરતાં જણાવેલ છે કે વ્યાજબી ભાવોની દુકાનોમાં માલનું વિતરણ કરવા માટે સરકારે છેલ્લા કેટલાક સમયથી ઈ સીસ્ટમ ફરજિયાત બનાવી છે અને મેન્યુઅલ સીસ્ટમ બંધ કરવામાં આવી છે. જેના કારણે ઈ ટ્રાન્ઝેક્શન અને થમ્બ સિવાય માલ આપવાની જોગવાઈ નથી. પરંતુ સરકારનું ઈ સીસ્ટમ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર નહિ હોવાને કારણે છેલ્લા પાંચેક દિવસથી સર્વર ઠપ થઈ જતા દુકાનો ઉપર માલના વિતરણમાં ભારે પરેશાની ઉભી થઈ છે.

રાજ્ય  સરકાર  ગૌરવયાત્રામાં પડી હોવાથી વ્યાજબી ભાવની દુકાનદારોના પ્રશ્નો બાબતે કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. આ બાબતે વહીવટી તંત્રમાં રજુઆત કરવા છતાં સંતોષકારક જવાબો મળતા નથી. બીજી તરફ કોમ્પ્યુટર સીસ્ટમ સર્વરના પ્રોબ્લેમના કારણે દુકાનો ઉપર ગ્રાહકો તથા દુકાનદારો વચ્ચે ઝઘડાઓ થઈ રહ્યા છે.  જેના લીધે દુકાનદારોનો કોઈ દોષ નહિ હોવા છતાં ગ્રાહકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. જે સંદર્ભે યુનિયને તાત્કાલિક ઉકેલ નહિ આવે તો તત્કાળથી મેન્યુઅલ સીસ્ટમ ચાલુ કરી માલનું વિતરણ કરવાની ચીમકી આપી છે.

Post Comments