Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

થરાદના કમાળી ગામમાં જમીનના મામલે પિતરાઈ ભાઈએ જ ભાઇનું ઢીમ ઢાળ્યું

- દિકરી સવારે ચા લઈને ખેતરમાં જતાં પિતાની લટકતી લાશ જોઈ રડતી ઘરે આવી જાણ કરી

થરાદ, તા.16 એપ્રિલ 2018, સોમવાર

થરાદ તાલુકાના કમાળી ગામે બે સગા પિતરાઈ ભાઈઓના જમીનના ઝઘડામાં સગા પિતરાઈ ભાઈ દ્વારા ભાઈનું ખૂન કરતા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

થરાદ તાલુકાના કમાળી ગામે રહેતા રામજીભાઈના દિકરા શંકરભાઈ તથા તેમના જ નાનાભાઈ અમરાભાઈના દિકરા પીરાભાઈ વચ્ચે જમીન બાબતે આવનાર ઝઘડા થતા હતા અને વારંવાર ઝઘડાના કારણે મોટુ સ્વરૃપ ધારણ થાય તેવી સંભાવના હોવાથી બંને પિતરાઈ ભાઈઓ વચ્ચે અણ બનાવ રહેતો  હતો. ગત રવિવારની  રાત્રે   શંકરભાઈ રામજીભાઈ પોતાના ખેતરમાં સુવા માટે ગયા હતા ત્યારે રાત્રીના સમયે બંને ભાઈઓ વચ્ચે કોઈ અણ બનાવ બન્યો હોવાના શંકરભાઈના ભાઈ આક્ષેપ કરી રહ્યા છે.

તેમણે જણાવેલ કે શંકરભાઈ રાત્રે ખેતરે ગયા હતા. સોમવારની સવારે તેમની દિકરી ચા લઈને ખેતરે જતા શંકરભાઈ ઝાડ પર લટકેલા હતા જેથી તેમની દિકરી રડતી રડતી ઘરે આવીને વાત કરી હતી જેથી શંકરભાઈના ભાઈના ભાઈ તથા તેમના બીજા પિતરાઈ ભાઈ દોડીને ખેતરે જઈને જોયુ તો શંકરભાઈ ઝાડે લટકેલા હતા ત્યાં જઈને બંને પિતરાઈ ભાઈઓ શંકરભાઈના મૃતદેહને છોડી નીચે ઉતાર્યા હતા જે અંગે મૃતકના સગાભાઈ જોરાભાઈએ આક્ષેપ કર્યા હતા કે   જમીનના ઝઘડાના કારણે અમારા ભાઈનુ ખુન થયું છે.

Post Comments