Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખનું રાજીનામુ

હિંમતનગર, તા.11 જૂલાઇ 2018 બુધવાર

સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસને માથે જાણેકે પનોતી બેઠી હોય તેમ અંદરો અંદરના વિખવાદને કારણે કાર્યકરોમાં અસંતોષ સપાટી પર આવી રહ્યો છે ત્યારે બુધવારે હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખે ક્ષત્રિય સમાજને થઈ રહેલા અન્યાયની લાગણી અનુભવીને તેમણે ઉપપ્રમુખ પદેથી તથા કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામુ આપીને તે અંગે જિલ્લા પ્રમુખને જાણ કરી દીધી છે.

આ રાજીનામા પત્રમાં હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ પ્રેમસિંહ એન. રહેવરે એવો આક્ષેપ કર્યો હતો કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા સંગઠનમાં કેટલાક આગેવાનો ધ્વારા ક્ષત્રિય સમાજની અવગણના કરાઈ રહી છે જેના કારણે કોંગ્રેસની વિચાર સરણી ધરાવતા પાયાના કાર્યકરો પ્રજાલક્ષી કામ કરી શકતા નથી. જેથી પ્રેમસિંહ રહેવરે બુધવારે હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ પદેથી તથા કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામુ આપી ને તેની લેખીત જાણ જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ તથા પ્રદેશના હોદ્દેદારોને કરી છે.

Post Comments