Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાધનપુર નગર સેવા સદનની ચૂંંટણી ભાજપ માટે અગ્નિ પરિક્ષા

- નિરીક્ષકો દ્વારા દાવેદારોની સેન્સ લેવાઇ : નો રિપીટ થિયરી આપનાવશે કે કેમ તે અંગે સૌની મીટ મંડાઇ

પાટણ,તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર

પાટણ જિલ્લાની ત્રણ નગર સેવાસદનની ચૂંટણી આગામી ફેબુ્રઆરીમાં યોજાઈ રહી છે જેમાં   રાધનપુર શહેરનો પણ સમાવેશ થાય છે. રાધનપુર પાલિકામાં  કોંગ્રેસના હાથમાં હતી પરંતુ ભાજપ દ્વારા આખેઆખી કોંગ્રેસની બોડીને ઉઠાવી કેસરીયો ખેશ ધારણ કરાવતાં ઘણી ટીકાઓ થઈ હતી અને કામગીરી પણ વિવાદાસ્પદ બની હતી ત્યારે હવે ૨૦૧૮માં ચુંટણી યોજાઈ રહી છે ત્યારે બીજેપીના નિરીક્ષકોએ આજે  ટિકીટ વાંચ્છુઓને  સાંભળ્યા છે  .

 ચાલુ ટર્મના સભ્યોને રિપિટ કરે તો જોખમરૃપ છે અને જો ટિકીટ ના આપે તો ચુંટણીમાં નડ ેતેમ છે અને અહીના જે પાયાના કાર્યકરો છે તેની અવગણના થાયતેમ છે રાધનપુરમાં નવાજ ચહેરા લાવી ચુંટણી જંગ જીતવો પડે તેમ છે. જોકે આ વખતે અહી વિપક્ષ મજબૂત છે અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની રણનીતિ જોતા ભાજપ માટે રાધનપુર સેવા સદન જાળવી રાખવી મુશ્કેલ થઈ પડે તેમ છે ત્યારે નિરીક્ષકો ટિકીટ વાચ્છુઓનો બાયોડેટા લઈને પાર્લામેન્ટરીમાં ગયા બાદ કયા નવા ચેહરા આવશે તેના ગણીતના દાખલા ગણવાની શરૃઆત રાજકીય વિશ્લેષકોએ શરૃ કરી છે. તેમની પત્નીનો બાયોડેટા આપ્યો છે. નિરીક્ષકોમાં પાટણ જિલ્લા પ્રમુખ મોહનભાઈ પટેલ, પ્રભારી મયંક નાયક, ભરતભાઈ રાજગોર, પ્રવિણભાઈ અને જ્યોત્સનાબેને રજૂઆતો સાંભળી હતી.

નિરીક્ષકો સાથેની ે વાતચીત કરતાં તેઓ પાર્ટી ગાઈડ લાઈન મુજબ જ કામગીરી કરશે. તેમની સાથે થયેલ વાતચીતમાં રિપીટ-નોરિપીટ, દાગી નેતાઓ, બળવાખોર અને પેરાશુટ ઉમેદવારો અંગે પુછતાં પાર્ટીની ગાઈડલાઈન મુજબ જ ઉમેદવારો નક્કી થશે તેમ જણાવ્યું હતું.આજની આ સેન્સ પ્રક્રિયા પુરી થતા હવે બાયોડેટા લઈ આ નિરીક્ષકો, પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ટિકીટવાચ્છુઓનો પક્ષ રાખશે.

અહી કેટલાક પાયાના કાર્યકરોને એવી અપેક્ષા છે કે પાર્ટી અમોને એક તક આપશે પણ બીજી બાજુ કાર્યકરોને અંદરખાને આયાતી ઉમેદવારોની બીક લાગી રહી છે.

Post Comments