Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધાનેરા તાલુકામાં ડેન્ગ્યુના ૪ પોઝિટિવ કેસ નોંધાતા ગભરાટ

- ધાનેરાના બે, રૃણી તેમજ વાલેર ગામના બેદર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે

ધાનેરા, તા.૧૪ નવેમ્બર મંગળવાર 2017

ધાનેરા તાલુકાની એક ખાનગી હોસ્પિટલમાં તપાસ કરતાં કુલ ૪ પોઝીટીવ ડેન્ગ્યુ કેસ મળી આવ્યા છે. જેમાં ધાનેરા શહેરના-૨, વાલેર ગામમાં -૧, રૃણી ગામમાં-૧ મળી કુલ ચાર કેસ મળી આવ્યા છે. પ્રજામાં ફફડાટ ફેલાવા પામ્યો છે. હાલમાં ઋતુ બદલાતા ઠંડી, ગરમીના કારણે ધાનેરા શહેરના દવાખાના ઉભરાવા લાગ્યા છે. બિમારીમાં હાલ વધારો જોવા મળી રહ્યો છે.

સૌથી ગંભીર માનવામાં આવતા આવા ડેન્ગ્યુના કેસ પણ હાલ ધાનેરા તાલુકામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે તપાસ કરતાં એક ખાનગી હોસ્પિટલમાં તબીબની મુલાકાત લેતાં આ તબીબ દ્વારા એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ડો. હરેશ આચાર્યએ જણાવેલ કે મારી હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૪ પોઝીટીવ કેસ મળી આવ્યા છે. જેમાં ધાનેરાના - ૨, ગોપાલભાઈ મફાભાઈ ઓડ ધાનેરા, કમળાબેન મદનભાઈ પટેલ, ધાનેરા તથા એકલા બે ભુરાભાઈ ભાથીભાઈ રબારી તથા એક રૃણી ભરત મશરૃભાઈ ડાભી ગામમાંથી ડેન્ગ્યુનો કેસ મળી આવ્યો છે.આ સિવાય બહારગામ રહેતા લોકોમાં પણ ડેન્ગ્યુની અસર જોવા મળી રહી છે. ડેન્ગ્યુ જેવા રોગથી બચવા તકેદારી રાખવી જરૃરી છે.

તબીબ ડો. હરેશ આચાર્યએ રૃબરૃમાં પુછતાં જણાવેલ કે આ મચ્છર દિવસે કરડતો હોઈ ત્યાં ચોખ્ખા પાણીમાં થતા હોઈ લોકોએ ઘરમાં કેરોસીનનું પોતું મારવું, ટાયર કે કુંડા વિગેરેમાં પાણી ભરાતું હોય તો નિકાલ કરી નાખવો, કચરાનો યોગ્ય નિકાલ કરવો અને તાવમાં વધારે તકલીફ જેવું જણાય તો નજીકના દવાખાને યોગ્ય સારવાર લેવી જોઈએ.

રૃણી ગામના સરપંચ ભરતભાઈ ડાભી (દર્દી)નો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે મને પણ ડેન્ગ્યુની અસર થઈ છે. આરોગ્ય વિભાગ પણ જલદીથી ડેન્ગ્યુ જેવા ભયાનક રોગને ડામી લોકોમાં જાગૃતતા લાવે તે ખુબજ જરૃરી  છે. બ્લોક હેલ્થ ઓફિસરનો સંપર્ક જણાવતા તેઓએ જણાવેલ કે મારા ધ્યાનમાં નથી છતાં તમોએ જણાવેલ છે તો અમો ટીમ બનાવી સર્વે કરાવીને યોગ્ય તપાસ કરીશું. હાલમાં આરોગ્યના કર્મચારીઓ તપાસ પણ કરી રહ્યા છે.

Post Comments