Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરીને બ્લેકમેઇલીંગ કરવાની ધમકી શિક્ષકે આપી

- ઇડરના દીપોલી ગામની વતની અને ઝાંઝવા ગામની

- દાંતા તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષક સામે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ

અમદાવાદ, તા. ૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના દીપોલી ગામની વતની અને ઝાંઝવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પરિણીતાએ ગઇકાલે ખેડબ્રહ્મા પોલીસ મથકમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકના વિરૃધ્ધમાં ગઇકાલે ખેડબ્રહ્મા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં શિક્ષિકાએ એવો આક્ષેપ કર્યો છે કે છેલ્લાં એક વર્ષ દરમ્યાન શિક્ષિકના વ્યવસાયના કારણે બન્ને વચ્ચે એકબીજાના પરિચયમાં આવ્યા હતા. શિક્ષિકા અવારનવાર આરોપીની કાર દ્વારા શાળામાં આવજાવ કરતી હતી. જેના પરિણામે બન્ને વચ્ચેના સંબંધો પ્રગાઢ બન્યા હતા.

ફરિયાદમાં વધુમાં એવો આક્ષેપ કર્ય છે કે, ફરિયાદી શિક્ષિકા તથા આરોપી શિક્ષક વચ્ચે વારંવાર ફોન ઉપર સંપર્કો ચાલુ રહ્યા હતા. જે દરમ્યાન આરોપીએ શિક્ષિકાને જુદા જુદા સ્થળે લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. તેમજ મોબાઈલ ફોનમાં દુષ્કર્મના પ્રસંગો કંડારી લઇને શિક્ષિકાને સમાજમાં બદનામ કરી નાંખવાની ધમકી આપીને બ્લેક મેઇલીંગ કરી પૈસા પડાવવાનું શરૃ કર્યું હતું.

વધુમાં એવી રજુઆત કરી છે કે, આરોપીની હરકતોથી તંગ આવી ગયેલી શિક્ષિકાએ છેવટે તેના પતિ સમક્ષ પોતાની કફોડી અવદશાની વાત કરી હતી. આથી શિક્ષિકાના પતિ આરોપીને સમજાવવા ગયા ત્યારે તેમને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

ખેડબ્રહ્મા પોલીસે હિંમતનગરમાં આર.ટી.ઓ. કચેરી નજીક રહેતા અને દાંતા તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આરોપીના વિરૃધ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments