Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તાંત્રિક વિધિના નામે લોકોને ભોળવતા શખ્સની ધરપકડ : જેલ હવાલે કરાયો

- રૃપપુરા ગામની સીમમાં આશ્રમ બનાવી

- આરોપી સામે અપહરણની ફરિયાદ નોંધાઇ પોલીસે રિમાન્ડની તજવીજ આરંભી

ચાણસ્મા, તા. 18 મે, 2017,  ગુરૂવાર
 
બેચરાજી તાલુકાના રૃપપુરા ગામની સીમમાં આશ્રમ બનાવીને તાંત્રિક વિધિના નામે લોકોને ભોળવીને ગેરલાભ ઉઠાવનારા ઝાલા વિક્રમસિહ જેઠુભા નામના શખ્સની મોઢેરા પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.  આ શખ્સે સજાણપુરા ગામની યુવતીને મોબાઈલ ફોન પર દેવીપ્રકોપ ઉતરશે તેમ કહી કોઈ તાંત્રિક વિધિમાં વશ કરી લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઈરાદે અપહરણ કરી અજાણી જગ્યાએ ગાંધી રાખી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ધરપકડ કરાયેલો આ અઘોરી પોતાને મોટો તાંત્રીક ગણાવી ભુતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. 
 
બેચરાજી તાલુકાના સુજાણપુરા ગામના ઠાકોર પરિવારની બે બહેનોને સાબરકાંઠાના તલોદ તાલુકાના સુલતાનપુરા ગામે પરણાવી હતી. જે પૈકી મોટી દીકરીને દીકરી જન્મ્યા બાદ આઠ દિવસ પછી મરણ ગઈ હતી. જેને લઈ તેમની વચ્ચે ખટરાગ ઉભો થયો હતો તે પછી તલોદના સુલતાનપુરાથી તેમના જમાઈ સહિત વેવાઈ વિગેરે સુજાણપુરા ગામે આવતા તેઓ રૃપપુરા ગામે ઝાલા વિક્રમસિહ જેઠુભાના આશ્રમે ગયા હતા. તાંત્રિક વિધિ કરતા આ શખ્સે જે તે સમયે લોટામાં ભસ્મ નાંખીને લોટો બંને દીકરીઓ અને જમાઈઓના માથા ઉપર ફેરવી પાણી પીવડાવી દીધુ હતુ. તેમ શ્રીફળ કાળા કપડામાં બાંધી યુવતીના સાસરે લઈ જવા જણાવ્યુ હતું. તેમજ તેમની બંને દીકરીઓને સુજાણપુરા ગામે ૧૦ દિવસ રાખવા જણાવ્યુ હતું. 
 
ચાર દિવસ પછી ભુવાજી તેની કાળા રંગની ગાડી લઈને સુજાણપુરા આવ્યો હતો અને તેની ગાડીમાં બંને બહેનો, તેના પિતા સહિત ૪ જણાને તેમના સાસરી સુલતાનપુરા લઈ ગયો હતો. જયાં ભુવાએ શ્રીફળ અને પુજાપો મંગાવી તાંત્રીક વિધિ કરી શ્રીફળ પરિવારના તમામના માથા ઉપર ફેરવી કાળા કપડામાં બાંધીને શ્રીફળ, ઘી અને ચોખા લઈ રૃપપુરા ગામે આશ્રમે પણ આવ્યા હતા અને વિધિના રૃ.૧૧ હજાર લીધા હતા. દરમિયાન ભુવાએ બંને બહેનોને દર રવિવારે દર્શન કરવા આશ્રમે આવવાનુ કહેતા તે જતી હતી. 
 
ગઈ તા. ૧ર-પ-૧૭ ના રોજ સવારે આ પરિવાર ખેતી કામ માટે સીમમાં ગયો હતો અને નાની દીકરી એકલી ઘરે હતી. પરિવારજનો બપોરે પરત આવતા આ દીકરી ઘરે નહી જણાતા શોધખોળ કરી હતી.પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. તપાસ કરતા તેના થેલામાં મુકેલી ચાંદીની ૩ જોડ શેરો, સોનાનો દોરો, રૃ. પ હજાર રોકડા, બેન્કની પાસબુક, ચુંટણીકાર્ડ વિગેરે જણાયેલ નહી આથી તા.૧૩-પ-૧૭ ના રોજ મોઢેરા પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની જાણવા જોગ નોંધાવી હતી.
 
 દરમિયાન પોલીસ દ્વારા યુવતીના મોબાઈલની કોલ ડીટેઈલ કઢાવવામાં આવતા તા.૮-પ-૧૭ થી ૧ર-પ-૧૭ સુધી ર૬૭ ફોન થયાની તેમજ ૧ર-પ-૧૭ થી યુવતી ગુમ થઈ તે પછી પણ તેજ નંબર પરથી ૩૧ ફોન થયાનુ માલુમ પડતા આ મોબાઈલ ઝાલા નરેન્દ્રસિહ વિક્રમસિહ રહે. રૃપપુરાનો હોવાનુ જાણવા મળ્યુ હતું.  અને આ મોબાઈલ તેના પિતા ઝાલા વિક્રમસિહ જેઠુભા વાપરતા હતા.
 
આથી ભુવા વિક્રમસિહે તાંત્રિક વિધિ કરી આ યુવતીને લલચાવી, ફોસલાવી જારકર્મ કરવાના ઈરાદે અપહરણ કરી અજાણી જગ્યાએ ગેરકાયદેસર છુપાવી દીધી હોવાનુ સ્પષ્ટ થતા યુવતીના પિતાએ મોઢેરા પોલીસ સ્ટેશનમાં તા.૧૭-પ-૧૭ ના રોજ સાંજે ૭-૧પ કલાકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની તપાસ દરમિયાન પોલીસે આરોપી ભુવા વિક્રમસિહ જેઠુભા ઝાલાની ધરપકડ કરી જેલના હવાલે કરી દઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. 
 

Post Comments