Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બુધવારે ઘરેથી નિકળ્યા બાદ પાછી ન ફરી કોદરાલીની યુવતીએ મહેસાણામાં ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્ય

- પરિણીત યુવક સાથેના સંબંધોમાં લાગી આવતાં અંતિમ પગલુ ભર્યું હોવાનું અનુમાન

મહેસાણા,તા.11 જૂલાઇ 2018 બુધવાર

વડગામ તાલુકાના કોદરાલી ગામની ૩૩ વર્ષીય યુવતિએ મહેસાણા શહેરના હાઈવે ઉપર આવેલા રાધનપુર સર્કલ નજીક ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર ફેલાઈ હતી. આ અંગે બીડીવીઝન પોલીસ મથકમાં મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં પરિણીત યુવક સાથેના સંબંધોમાં લાગી આવતા યુવતીએ આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

વડગામ તાલુકાના કોદરાલી ગામના હિરાભાઈ ડાભીની દિકરી ભગવતીબેન (ઉ.વ.૩૩) બુધવારના રોજ મહેસાણા શહેરમાં આવેલા રાધનપુર ચારરસ્તા નજીક ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના અંગે મહેસાણા બીડિવિઝન પોલીસ મથકે મૃતકના ભાઈ મુકેશ હિરાભાઈ ડાભીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે ભગવતીબેન છેલ્લા કેટલાક સમયથી મહેસાણામાં રહેતા દિપક ચંદ્રકાન્તભાઈ વણસોલા સાથે પરિચયમાં હતા અને બન્ને અવાર-નવાર મળતા હતા. મંગળવારે ભગવતીબેન કોદરાલી ખાતેથી નીકળીને મહેસાણા આવ્યા હતા પરંતુ, સમયસર ઘરે પરત ફર્યા ન હતા. દરમિયાન, બુધવારના રોજ ભગવતીબેને મહેસાણા શહેરમાં ઝેરી દવા પી જઈને મોતને વ્હાલુ કર્યું હોવાની જાણ થતાં તેમના પરિજનો મહેસાણા પહોંચ્યા હતા અને દિપક વણસોલાએ લગ્ન કરવાની ના પાડતાં લાગી આવતાં ભગવતીબેને આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.

નોંધપાત્ર છે કે મરનાર પાસેથી મળી આવેલા આધારકાર્ડના આધારે પોલીસે યુવતીની ઓળખ કરીને તેના પરિવારજનોને જાણ કરી હતી. આ અંગે મહેસાણા બીડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments