Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માડકા બ્રાન્ચ કેનાલ પર ૨૦૦થી વધુ કનેક્શન કાપતાં ખેડૂતોનો વિરોધ

- જળસંકટના પગલે નર્મદા નિગમના અધિકારીઓએ

- ખેડૂતોએ રોષ ભેર વિરોધ કરતા નર્મદા નિગમનાઅધિકારીઓ અને પોલીસને ભાગવું પડયું

- ઉનાળાના પ્રારંભ સાથે બીજા તબક્કામાં તંત્રને સુરાતન ચડયું

થરાદ, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

ગુજરાતમાં પાણીની તોળાઇ રહેલા સંકટના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના કેટલાંક અંતરીયાળ ગામોમાં પાણી માટે લોકોને વલખા મારવા પડે છે ત્યારેઆજે નર્મદા નિગમના અધિકારીઓએ વાવ તાલુકાના માડકા બ્રાન્ચ કેનાલમાં ભરઉનાળે નર્મદા નિગમના કર્મચારીઓ દ્વારા ૨૦૦થી વધુ કનેક્શનો કાપવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો અને ખેડુતોએ કનેકશન કાપવાનો વિરોધ કરતા અધિકારીઓને ભાગવુ પડયું હતું.

બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ પંથકમાં છેલ્લા દસ વરસથી નર્મદા કેનાલ દ્વારા ખેતી તથા પીવા માટે પાણી આપવામાં આવે છે. હમણા નર્મદા ડેમમાં પાણીની માત્રા ઓછી હોવાથી ઉનાળામાં ખેતી માટે પાણી આપવાની રાજ્ય સરકાર દ્વારા ના આપવામાં જાહેરાત કરવામાં આવી હતી. શિયાળુ પાકની કાપણી પુરી  થતા ઉનાળુ સીઝન માટે ખેડૂતો દ્વારા પોતાના પશુધનન બચાવવા માટે લીલા ઘાસચારાનું વાવેતર કરવા માટે નર્મદા કેનાલમાંથી પાણી લેવા માટે કનેક્શન લીધેલ હતા.

પરંતુ નર્મદા નિગમ દ્વારા વાવ તાલુકાના માડકા બ્રાન્ચના મોરીયા ગામ તથ માડકા ગામની સીમમાં આવેલ ખેતરોના પીયત માટે મુકવામાં આવેલ કનેક્શનો કાપવામાં આવતા ખેડૂતોમાં વ્યાપક રોષ ફાટી નીકળતા ભારે વિરોધ વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ નર્મદા કેનાલ પર આવીને નર્મદા વિભાગના કર્મચારી સામે ભારે વિરોધ કરતા કર્મચારીઓ તથા પોલીસને ઉભી પુંછડીએ ભાગવું પડયું હતું અને ખેડૂતોએ માગ કરી હતી કે ઉનાળામાં ઘાસચારા તથા પીવા માટે પાણી આપવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Post Comments