Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાલનપુર,દાંતામાં ડમી વિદ્યાર્થી ઝડપા યાઃ પાટણમાં બે કોપીકેસ

- પાટણની પાયોનિયર સ્કૂલમાંથી ઝડપાયેલા ડમી વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાઇ

- અન્ય સામે કાર્યવાહી કરવા તજવીજ

છાપી, ડીસા,પાટણ, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૧૨મીથી ધો.૧૦ અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૃ થઈ છે. આજે બનાસકાંઠની પાલનપુરની સિલ્વર બેલ્સ સ્કૂલમાંથી ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા ઝડપાયો હતો. જયારે  પાટણમાં આજે બે કોપીકેસ નોંધાયા હતા.  

પાલનપુરની સિલ્વર બેલ્સ સ્કૂલમાં ધો. ૧૨ બોર્ડની તત્વજ્ઞાાન વિષયની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. પોતાના મિત્રને મદદરૃપ બનવા વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી રહેલો અંબાજી કોલેજનો વિદ્યાર્થી ઝડપાયો હતો. જેની જાણ થતા ઝોનલ અધિકારી દોડી આવ્યા હતા. જેઓએ પોલીસ કેસ કરવાની તજવીજ હાથ ધરી હતી.

દાંતા તાલુકાના રતનપુર ગામના ઉમતીયા અહીયાખાન મહંમદ હારુનની ધો. ૧૨ ની બોર્ડની પરીક્ષા હતી. જેમાં તેનો મિત્ર લક્ષ્મણ મહેશભાઈ મકવાણા ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતા ઝડપાઈ ગયો હતો.આમ ધો. ૧૨ બોર્ડની પરીક્ષાના પ્રારંભે જ ડમી વિદ્યાર્થી ઝડપાતા શિક્ષણ વિભાગ પણ ચોંકી ઉઠયું હતું.

પાટણ જિલ્લામાં ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષા શરૃ થઈ છે તેમાં પ્રથમ દિવસે ત્રણ કેસ નોંધાયા હતા. જેમાં હારીજમાં આવેલ સર્વોદય હાઈસ્કૂલમાં ધો. ૧૨નું નામાનું પેપર વખતે ડમી વિદ્યાર્થી પરીક્ષા આપવા જતા ઝડપાયો હતો. ઝડપાયેલ અતુલકુમાર સુરેશભાઈ પટેલ વિરુધ્ધ કેન્દ્ર સંચાલક કરૃણસિંહ વાઘેલાએ હારીજ પોલીસમાં ફરિયાદ આપી હતી.

પાટણ નજીક ગોલાપુર ખાતે આવેલ પાયોનીટર હાઈસ્કૂલમાં ધો. ૧૦ની પરીક્ષામાં ડમી બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા ઝડપાયા હતા. જેમાં મુખ્ય વિદ્યાર્થી અને ડમી વિદ્યાર્થી સામે પાટણ તાલુકા પોલીસ ફરિયાદ થઈ હતી. પાટણ શહેરમાં આજે પરીક્ષાના બીજા દિવસે ધો.૧૨ની પરીક્ષામાં એમ.એન. હાઇસ્કૂલમાં ઇતિહાર અને તત્વજ્ઞાાનના પેપરમાં બે કોપીકેસના બનાવો નોંધાયા હતા.

Post Comments