Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાણસ્મા ટીડીઓએ તમામ ગામોની મનરેગા યોજના બંધ કરતા ચકચાર

- મનરેગા કામોમાં કટકીની બૂમ હોવાથી

- મજુરોની ખોટી સંખ્યા બતાવી ભ્રષ્ટાચાર આચર્યાનું તપાસમાં બહાર આવ્યું : ૨૦ જેટલા ગામોમાં કટકી થયાની સંભાવના

ચાણસ્મા, તા. ૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર

કેન્દ્ર સરકાર દ્વારા પ્રત્યેક ગામમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રોજગારી ઘરઆંગણે મળી રહે તે માટે મનરેગા યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જે અંતર્ગત ચાણસ્મા તાલુકામાં આશરે ૨૦ જેટલા ગામોએ ગ્રામ પંચાયતની નીગરાની નીચે આ યોજનામાં મજૂરોની હાજરી ખોટી બતાવી છેેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમિયાન લાખો રૃપિયાની કટકી થઈ હોવાની હકીકત પ્રકાશમાં આવતાં તાલુકા વિકાસ અધિકારી ચાણસ્માએ આ ગામોની ઓચિંતી મુલાકાત લઈ હાલ પૂરતી તમામ ગામોએ મનરેગા યોજના બંધ કરી દેતાં ચકચાર મચી ગઈ છે.

આ યોજના પાછળ સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તથા મેટ (સુપરવાઈઝર) સહિત તાલુકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુધીની  અહમ ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ચાણસ્મા તાલુકામાં મનરેગા યોજના તળે હાલમાં મણિયારી, ખોખરા, મેસરા-પંચાસર, ભાટવાસણા, સેઢી, ખારીઘારીઆલ, પલાસર સહિત ૨૦ ગામોએ કામગીરી ચાલી રહી હતી. જેમાં જે તે ગામે રોજિંદા કામે આવતા મજુરોની મસ્ટરમાં હાજરી પુરી સ્થળ ઉપર થયેલ કામના માપ પ્રમાણે લઘુત્તમ વેતન દર રૃા. ૧૯૨ ને ધ્યાને રાખી મજુરીનું પેમેન્ટ જે તે મજુરના બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે. મજુરના મસ્ટરમાં સરપંચ, તલાટી અને મેટની સહી થયા પછી પુરી ચકાસણી કર્યા બાદ તાલુકા કક્ષાએથી મહેનતામું ચુકવવામાં આવે છે.

તાલુકામાં છેલ્લે જે ગામોએ મનરેગા યોજના ચાલુ હતી તેમાં ખોટી હાજરી પુરી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવી વસઈ ગામેથી એક અરજદારે તાલુકા વિકાસ અધિકારી ચાણસ્માને લેખિતમાં રજુઆત કરી હતી. જે અંગે ટીડીઓએ ગામની ઓચિંતી મુલાકાત લેતાં ગામેસ્થળ ઉપર કામ કરતાં મજુરોની ખોટી સંખ્યા બતાવી ગેરરીતિ થઈ હોવાની ક્ષતિ બહાર આવતાં અન્ય ગામોએ ચાલતી આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા જતાં તમામ ગામોએ હાલ પુરતી આ યોજના સ્થગિત કરી દેવામાં આવી છે.

Post Comments