Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નોટબંધીના ઘાતક પરિણામો આવવાના હજુ બાકી છેઃ મનમોહન સિંહ

- GDP ગગડીને 6.6 ટકા થઇ જવાની શક્યતા

- રાષ્ટ્રીય આવકમાં વધારો થવાના મોદીના દાવા ખોખલા સાબિત થયા

નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2017, બુધવાર

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નોટબંધીના નિર્ણયને ઘાતક કહેતાં ચેતવણી આપી કે નોટબંધીના હજુ વધારે ખરાબ પરિણામો સામે આવશે. તેમણે કહ્યું કે નોટબંધીના કારણે GDP ગગડીને 6.6 ટકા સુધી પહોંચી શકે છે.

નોટબંધી વિરોધમાં કોંગ્રેસ દ્વારા આયોજિત જનવેદના સંમેલનમાં સંબોધન કરતા ડો. મનમોહન સિંહે કહ્યું કે નોટબંધીના નિર્ણય દ્વારા મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને મોટો ઝાટકો આપ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી સતત કહી રહ્યાં છે કે નોટબંધી દ્વારા તેઓ આર્થિક સુધારણા લાવવાનું કામ કરી રહ્યાં છે પરંતુ આપણી સામે નોટબંધીના દુષ્પરિણામ આવવાના શરૂ થઇ ગયાં છે અને હજુ ઘાતક પરિણામ આવવાના બાકી છે.
 
ડો. સિંહે કહ્યું કે 8 નવેમ્બર પછી દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. તેમણે અર્થશાસ્ત્રીઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે GDPના દર 6.6 ટકા સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે છેલ્લાં બે વર્ષોમાં દેશની આર્થિક હાલત બદતર થઇ ગઇ છે અને આ સમય દરમિયાન રાષ્ટ્રીય આવકમાં વધારો થવાના મોદીના દાવાઓ પણ ખોખલા સાબિત થયાં છે.

Post Comments