Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખુરશી જતી રહેવાના ભય સાથે વસુંધરા રાજેએ અંતિમ બજેટ કજૂ કર્યું

- ચૂંટણી અગાઉ ખેડૂત, યુવાનોને રિઝવવાનો પ્રયાસ

- ખેડૂતોનું રૃ. ૫૦,૦૦૦ સુધીનું દેવું માફ કરવાની જાહેરાત રાજ્યની તિજોરી પર રૃ. આઠ હજાર કરોડ બોજ પડશે

વિવિધ વિભાગોમાં ૧,૦૮,૦૦૦  જગ્યા પર ભરતી કરવાની યોજના  ખેડૂતોના દેવા માફી માટે એક કમિશનની રચના કરવાની જાહેરાત
જયપુર, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ રાજ્યની વર્તમાન  સરકારનું પાંચમું અને છેલ્લું બજેટ રજૂ કર્યુ હતું. બજેટમાં ૯ મહિના પછી યોજાનારી વિધાનસભા ચૂંટણી અસર સ્પષ્ટ જોવા મળતી હતી. સૌથી મોટી વોટ બેંક ખેડૂતોને રિઝવવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. ખેડૂતો ઉપરાંત યુવાનો અને સરકારી કર્મચારીઓને પણ રિઝવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વસુંધરા રાજેએ ખેડૂતોનું ૫૦,૦૦૦ રૃપિયા સુધીનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર ૮ હજાર કરોડ રૃપિયાનું નાણાકીય બોજ પડશે.

ખેડૂતોને ખેતરમાં પાણીના નાના તળાવની રચના માટે કુલ ખર્ચની ૫૦ ટકા રકમ રાજ્ય સરકાર આપશે. આ માટે ૯૦ કરોડ રૃપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોના દેવા માફી માટે એક કમિશનની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો પછી યુવાનોને ખુશ કરવા વિવિધ વિભાગોમાં ૧,૦૮,૦૦૦ જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ આધારિત ઉદ્યોગો અને સેવાઓને પ્રોત્સાહન આપવા રાજેએ વ્યાજ સબસિડીની મહત્તમ મર્યાદા પાંચ લાખથી વધારી ૭.૫ લાખ કરી છે.

તાજેતરમાં લોકસાની બે અને વિધાનસભાની એક બેઠક માટે થયેલી પેટાચૂંટણીમાં હારનો સામનો કર્યા પછી રાજ્ય સરકારે સવર્ણ સમુદાયના આર્થિક રીતે પછાત યુવાનો માટે સુંદર સિંહ ભંડારી ઇબીસી સ્વરોજગાર યોજનાની જાહેરાત કરી છે. આ સાથે જ મુખ્યમંત્રી જન આવાસ યોજનામાં ઇડબ્લ્યુએસ અને એલઆઇજી શ્રેણીમાં ફાળવાયેલા મકાનો પરની સ્ટેમ્પ ડયૂટી ૨ થી ૩.૫ ટકા ઘટાડીને એક અને બે ટકા કરવામાં આવી છે. અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપમાં અસરકારક બોલિંગ કરનાર કમલેશ નાગરકોટીને ૨૫ લાખ રૃપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Post Comments