Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુપ્તાંગમાં સોનું છુપાવીને દાણાચોરી કરતી બે મહિલા ઝડપાઈ, ૨.૪ કિલો સોનુ જપ્ત

- દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ઘટના

- બેંકોકથી સોનું બે પુરૃષો લાવતા અને વિમાનમાંજ મહિલાને સોંપી દેતા

(પીટીઆઈ)    નવી દિલ્હી તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
દિલ્હીના ઇન્દિરાગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કસ્ટમ સત્તાવાળાઓએ બે મહિલાઓને ૭૧.૬૪લાખની કિંમતના ૨.૪ કિલોગ્રામ સોના સાથે ઝડપી લીધી હતી. તે બન્ને મહિલાઓ તેમના ગુપ્તાંગોમાં સોનાની લગડીઓ છુપાવીને હવાઈ મથકની સલામતિ વ્યવસ્થા વટાવીજ્વા માંગતી હતી. પણ ઝડપાઈ ગઈ હતી. તેમની સાથે દાણાચોરીમાં સંડોવાયેલા બે પુરૃષોની પણ ઘરપકડ કરવામાં આવી છે.

આ દાણાચોરીમાં બન્નેએ સોનું દેશમાં ઘુસાડવા અનોખી રીત અપનાવી હતી. જેમાં મુંબઈના ઉલ્હાસ નગરમાં રહેતા બે વ્યકિતઓ બેંન્કોક પહોંચ્યા હતા. જ્યાં તેમનો સંપર્ક ધરાવતા સૂત્રો પાસેથી તેમણે ૨.૪૦૦ ગ્રામ સોનું મેળવ્યું હતું. જેમાં તેઓ બન્નેએ સોનાના જથ્થાનાં ભાગ પાડી લીધા હતા અને બન્ને વ્યકિત અલગ- અલગ ફલાઈટમાં ચેન્નાઈ તેમજ ત્રિવેન્દ્રમ આવ્યા હતા. જેમાં ત્રિવેન્દ્રમથી એક મહિલા અને તે પુરૃષ દિલ્હી આવતી ફલાઈટમાં બેઠા હતા. તો ચેન્નાઈથી બીજી વ્યકિતની સાથે પણ એક મહિલા દિલ્હી આવવા નીકળી હતી. બન્ને પુરૃષોએ વિમાનમાંજ તે સોનું લઈ વિમાનના ટોઈલેટમાં જઈને સોનું તેમના ગુપ્તાંગોમાં છુપાવી દીધું હતું. પુરૃષો દિલ્હી હવાઈ મથકે તેમનાથી અલગ પડી ગયા હતા પણ મહિલાઓ સોના સાથે કસ્ટમ સત્તાવાળાઓને હાથ ચડી ગઈ હતી.

વળી આ મહિલાઓ ચેન્નાઈ- ત્રિવેન્દ્રમથી ભારતમાંજ પ્રવાસ કરનાર વ્યકિતઓ તરીકે ચડી હોવાથી તેમના પર શંકાનો કોઈ સવાલ ઉભો થતો નહતો. આમ દાણાચોરીની આ ચારેએ અનોખી પધ્ધતિ અપનાવી હતી. જેમાં માલ લાવનાર અને પહોંચાડનાર 'કેરિયર' બદલી સત્તાવાળાને 'હાથતાળી'આપી નીકળી જવા પ્રયાસ થયો હતો પણ ફાવ્યા ન હતા.

Post Comments