Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરહદે ભારતીય ચોકીઓ પર પાક.નો ભારે મોર્ટારમારો,જવાન શહીદ

- વર્ષના આગમન સાથે શરુ થયેલ શસ્ત્ર વિરામ ભંગનો સિલસિલો

- ૨૩મી અને ૩૧મી ડિસેમ્બરે પણ પાક.ના ગોળીબારમાં એક મેજર અને ચાર જવાનો શહીદ થયા હતા

જમ્મુ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

પાકિસ્તાન દ્વારા સરહદે હવે ગોળીબાર બહુ જ સામાન્ય બાબત બની ગઇ છે અને રોજ શસ્ત્ર વિરામનો ભંગ કરી રહ્યું છે. કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એલઓસી પર પાક. સૈન્ય દ્વારા ગોળીબાર કરવામા આવ્યો હતો. ભારતીય સૈન્યની ચોકીઓને ધ્યાનમાં રાખી કરેલા આ ગોળીબારમાં એક સૈન્ય જવાન શહીદ થયો હતો. સુંદરસાની સેક્ટરમાં સરહદે અનેક ભારતીય ચોકીઓને નિશાન બનાવી અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સામેપક્ષે ભારતીય સૈન્યએ પણ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો.

શહીદ થયેલ ૨૨ વર્ષીય જવાન લાંસ નાયક યોગેશ મુર્લીધર ભડાને મુળ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ખલાને ગામના વતની છે. ગોળીબારમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે સામે આવી રહી છે જ્યારે સાંબા જિલ્લાની સરહદે પાક.ના ગોળીબારમાં બીએસએફના હેડ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું હતું. જવાબી કાર્યવાહી માટે બીએસએફએ બે પાકિસ્તાની મોર્ટાર પોઝિશનનો ખાતમો બોલાવ્યો હતો. અર્નીયા સેક્ટરમાં પાક. દ્વારા થઇ રહેલ એક ઘુસણખોરીના પ્રયાસને પણ નાકામ બનાવવામાં આવ્યો હતો.

સરહદે ગોળીબારની ઘટનામાં ગયા વર્ષે વધારો થયો હતો. અને આ વર્ષની શરુઆતે જ ગોળીબાર કરવાનું પણ શરુ કરી દીધુ હતું. ૩૧મી ડિસેમ્બરે ગયા વર્ષે એલઓસી પર ગોળીબારમાં એક સૈન્ય જવાન શહીદ થયો હતો. સીપોય જગસીરસિંહ પાક.ના સૈન્ય દ્વારા સરહદે અંધાધુંધ ગોળીબારમાં શહીદ થયા હતા. ૨૩મી ડિસેમ્બરે પણ એક મેજર અને અન્ય ત્રણ જવાનો શહીદ થયા હતા. આમ છેલ્લા કેટલાક દિવસથી સરહદે ગોળીબાર વધ્યો છે.

Post Comments