Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાલે નેવીમાં સામેલ થશે 'તારિણી', દુનિયાનું ભ્રમણ કરવા જશે મહિલા ટીમ

- ભારતીય નેવીની બીજી સેઇલબોટ ગોવાના એક્વેરિયસ શિપયાર્ડ લિમિટેડમાં તૈયાર કરાઇ

- બોટને બનાવવા માટે ફાઇબર ગ્લાસ, એલ્યુમિનિયમ અને સ્ટીલ જેવી ધાતુનો ઉપયોગ કરાયો

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

સમુદ્રમાં ઉંડાણ સુધી જતી ભારતીય નેવીની બીજી સેઇલબોટ એટલે કે સઢવાળું વહાણ 'તારિણી' બનીને હવે તૈયાર છે. જેને શનિવારે નૈસેનામાં સામેલ કરવામાં આવશે. આ ખાસ અવસરે નેવીના ટ્રેનિંગ સેન્ટર આઇએનએસ મંડોવીના બોટ પૂલમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

કેમ ખાસ છે તારિણી?

- મહાદેઇ બાદ તારિણી નૌસેનાનું બીજું સઢવાળું વહાણ છે. આગામી દિવસોમાં નેવીની મહિલા ટીમ દુનિયાનું ચક્કર લગાવવાના અભિયાન માટે આ બોટનો ઉપયોગ કરશે.

- ગોવાના એક્વેરિયસ શિપયાર્ડ લિમિટેડમાં તૈયાર કરવામાં આવેલી તારિણી હોલેન્ડના ટોન્ગા 56 નામના ડિઝાઇન પર આધારિત છે. આ બોટને બનાવવા માટે ફાઇબર ગ્લાસ, એલ્યુમિનિયમ અને સ્ટીલ જેવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

- તારિણીમાં કુલ છ સઢ લગાવવામાં આવ્યા છે જે મુશ્કેલીની પરિસ્થિતિમાં પણ મુસાફરી કરવા માટે સક્ષમ છે. અત્યાધુનિક સેટેલાઇટ સિસ્ટમ દ્વારા તારિણીના ક્રૂ થી દુનિયાની  કોઇ પણ જગ્યાએ સંપર્ક કરી શકાય છે.

- તારિણીના બધા ટ્રાયલ આ વર્ષે 30 જાન્યુઆરી સુધીમાં કરવામાં આવ્યા હતા. તારિણીમાં ટેક્નિક વિકસાવવા માટે મહાદેઇ ચલાવવાનો અનુભવ કામમાં આવ્યો છે. ગત વર્ષે માર્ચમાં રક્ષા મંત્રી મનોહર પારિકરે તારિણીના નિર્માણ કરવાનું કહ્યુ હતુ.

- આ સઢવાળું વહાણ નક્કી કરવામાં આવેલી સમય મર્યાદા કરતા પહેલા તૈયાર થયુ છે અને તારિણીને વડાપ્રધાનના 'મેક ઇન ઇન્ડિયા' કાર્યક્રમની સિદ્ધિ માનવામાં આવી રહી છે.

- બોટનું નામકરણ ઓડિશામાં વિખ્યાર તારા-તારિણી મંદિરના નામ પરથી કરવામાં આવ્યુ છે. સંસ્કૃતમાં તારિણીનો અર્થ નૌકા ઉપરાંત પાર લગાવવાળુ પણ થાય છે.

Post Comments