Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિન્દુત્વ કોણ શું પહેરશે કે કોણ શું ખાશે તે નક્કી નથી કરતું : મોહન ભાગવત

- RSS પ્રમુખે 50 દેશોના એમ્બેસેડર અને ડિપ્લોમેટ્સ સાથે મુલાકાત કરી

- ભાગવતે કહ્યુ ભાજપ અને સંઘ પોતાના અલગ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે

નવી દિલ્હી, તા. 13 સપ્ટેમ્બર 2017, બુધવાર 
 
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે 50 દેશોના એમ્બેસેડર અને ડિપ્લોમેટ્સ સાથે મુલાકાત કરી છે. તેમણે જણાવ્યું કે તેમનું સંગઠન ભાજપને નિયંત્રિત નથી કરતું અને ન તો ભાજપ તેમના સંગઠનને નિયંત્રિત કરે છે. બંનેને પોતાના અલગ નિર્ણય લેવાની સ્વતંત્રતા છે. 
 
એક થિન્કટેન્ક દ્વારા મંગળવારે આયોજિત કાર્યક્રમમાં ભાગવતે કહ્યુ કે સંઘ ઇન્ટરનેટ પર ટ્રોલિંગને સમર્થન આપતું નથી અને વગર કોઇ ભેદભાવે દેશની એકતા માટે કામ કરે છે. 
 
ભાગવતે કહ્યુ છે કે હિન્દુત્વનો અર્થ એ નથી કે કોણે શું પહેરવું કે કોણે શું ખાવું જોઇએ, પરંતુ બીજા કેવા છે તે સ્વીકારવાનો છે. અસહિષ્ણુતા અને મૉરલ પોલિસિંગ પર ચાલી રહેલા વિવાદ પર સંઘ પ્રમુખે સ્પષ્ટ કહ્યુ કે હિન્દુત્વનો અર્થ ખાવાનું અને કોણ શું પહેરશે તે નક્કી કરવાનો નથી. મોહન ભાગવતે જણાવ્યું કે ક્યારેક-ક્યારેક સંઘ અને ભાજપનો એજન્ડો એક જ હોય છે. આ સામાન્ય વાત છે. 

Post Comments