Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

PNB કૌભાંડ: મેહુલ ચોકસીની મુશ્કેલીમાં વધારો, આજીવન કારાવાસ થઈ શકે છે

- ઇન્ડિયન પિનલ કોડની કલમ 409 હેઠળ આવા મામલે આજીવન કેદની જોગવાઈ

નવી દિલ્હી, તા 14 માર્ચ 2018, બુધવાર

પંજાબ નેશનલ બેંક પાસેથી કરોડોની લોન લઇને દેશમાંથી ફરાર થયેલા હીરા કારોબારી મેહુલ ચોકસીની મુશ્કેલીમાં વધારો થયો છે.

CBIએ મુંબઈ કોર્ટમાં પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડીના આરોપી મેહુલ ચોકસીની કંપનીઓ સામે વિશ્વાસઘાતનો આરોપ કર્યો છે અને આ મામલે મેહુલ ચોકસીને આજીવન કારાવાસની સજા થઈ શકે છે.

ઇન્ડિયન પિનલ કોડની કલમ 409 હેઠળ આવા મામલે આજીવન કેદની જોગવાઈ છે. CBIએ મેહુલ ચોક્સીની કંપનીને છેતરપિંડી દ્વારા લેટર ઓફ અંડરટેકિંગ જાહેર કરવાના સંબંધમાં તત્કાલિન ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીની ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ મુંબઈ કોર્ટ સામે આ મામલે જણાવ્યું કે, શેટ્ટીએ જે કામ કર્યું છે તે પ્રાથમિક ધોરણે IPC કલમ 409 હેઠળ દંડનીય અપરાધ છે.

Post Comments