Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

PNB કૌભાંડમાં નામ આવ્યા બાદ અલાહાબાદ બેંકના CEOના અધિકારો પર પૂર્ણવિરામ

- નાણાં મંત્રાલયના આદેશ બાદ બેંક તરફથી કાર્યવાહી કરવામાં આવી

નવી દિલ્હી, તા. 16 મે 2018, બુધવાર

પંજાબ નેશનલ બેંકમાં થયેલા 13 હજાર કરોડ રૂપિયાથી વધારેના કૌભાંડમાં નામ સામે આવ્યા બાદ અલાહાબાદ બેંકના MD અને CEO ઉષા અનંત સુબ્રમણ્યનને ફટકો પડ્યો છે. બેંકના બોર્ડે તેમની પાસેથી બધાં અધિકારો પરત લીધાં છે.

બેંક તરફથી આ કાર્યવાહી નાણાં મંત્રાલયના આદેશ બાદ કરવામાં આવી છે. જેમાં તેના દરેક અધિકાર પૂર્ણ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. આ પહેલાં અલાહાબાદ બેંકે બોર્ડ મીટિંગ બોલાવી હતી.

PNB કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યા બાદ તેમના અધિકારોને લઇને વાત કરવામાં આવી. સુબ્રમણ્યન પર આરોપ છે કે, 2016માં ભારતીય રિઝર્વ બેંક તરફથી SWIFTને લઇને જાહેર કરવામાં આવેલાં સર્કુલરનું પાલન નથી કર્યું.

અલાહાબાદ બેંકના MD અને CEO ઉષા અનંત સુબ્રમણ્યનનું નામ પંજાબ નેશનલ બેંકમાં થયેલાં ફ્રોડમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુબ્રમણ્યન 2015 થી 2017 વચ્ચે PNBની ચીફ રહી ચૂકી છે. નાણાંમંત્રાલય તરફથી જાહેર કરવામાં આદેશમાં પંજાબ નેશનલ બેંકના બે વરિષ્ઠ અધિકારીઓના પણ તમામ અધિકાર પરત લેવાનો આદેશ કર્યો હતો.

CBI દ્વારા PNB ફ્રોડમાં જે ચાર્જશીટ ફાઇલ કરી છે. તેમાં ઘણાં મોટાં અધિકારીઓના નામ છે. ચાર્જશીટમાં PNBના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર કેવી બ્રહ્માજી રાવ અને  સંજીવ શરણ તેમજ જનરલ મેનેજર નેહલ અહાદનું નામ પણ સામેલ છે. તેમાં PNBના પૂર્વ ચીફ અનંત સુબ્રમણ્યમની ભૂમિકા પણ દર્શાવવામાં આવી છે.

Post Comments