Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યોગ્ય પ્રક્રિયા વગર સંસદ પણ કોઇ વ્યકિતની ધરપકડની મંજૂરી આપી ન શકે : સુપ્રીમ

- સુપ્રીમે ફરી એક વખત એસસી/એસટીના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો

- જો નિર્દોષને જેલમાં મોકલવામાં આવે તો પછી આવા સમાજને સભ્ય સમાજ કહી ન શકાય 

- સંસદ પણ બંધારણની કલમ ૨૧(જીવન અને સ્વતંત્રતાના અધિકાર)નો ઇનકાર ન કરી શકે 

- સુપ્રીમ સંસદે પસાર કરેલા કાયદાની વિરુદ્ધ ચુકાદો ન આપી શકે : કેન્દ્ર

(પીટીઆઇ)    નવી દિલ્હી તા. ૧૬ મે 2018, બુધવાર

સુપ્રીમ કોર્ટે એસસી/એસટી એક્ટ અંગેના ૨૦ માર્ચના ચુકાદાને યોગ્ય ઠેરવતા જણાવ્યું હતું કે યોગ્ય પ્રક્રિયા વગર સંસદ પણ કોઇ પણ વ્યકિતની ધરપકડની મંજૂરી આપી ન શકે. સુપ્રીમે વધુમાં જણાવ્યું છે કે તેણે આ ચુકાદો આપીને નિર્દોષોના જીવન જીવવવાના મૂળભૂત અધિકાર અને સ્વતંત્રતાનું રક્ષણ કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર આ ચુકાદાનો વિરોધ કરે છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે સંસદે પસાર કરેલા કાયદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી ન શકે.

ન્યાયમૂર્તિ આદર્શ ગોયલ અને ન્યાયમૂર્તિ યુ યુ લલિતની ખંડપીઠે જણાવ્યું હતું કે જો આપણે કોઇ એક પક્ષની જુબાનીને આધારે કોઇ નિર્દોષને જેલ પાછળ મોકલીએ તો આપણે સભ્ય સમાજમાં વસવાટ કરી રહ્યાં નથી.

ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી ઉનાળા વેકેશન સુધી મોકૂફ રાખી છે. આ ખંડપીઠનું નેતૃત્ત્વ કરી રહેલા ન્યાયમૂર્તિ ગોયેલ ૬ જુલાઇ, ૨૦૧૮ના રોજ નિવૃત્ત થઇ રહ્યાં છે. ઉનાળા વેકેશન પછી બે જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટની કામગીરી શરૃ થશે.

સુનાવણી દરમિયાન ખંડપીઠે જણાવ્યું હતું કે એવા ઘણા ચુકાદા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બંધારણની કલમ ૨૧(જીવન અને સ્વતંત્રતાનો અધિકાર)ની દરેક જોગવાઇનું પાલન થવું જોઇએ. સંસદ પણ બંધારણની કલમ ૨૧નો ઇનકાર કરી ન શકે.
કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એટર્ની જનરલ કે કે વેણુગોપાલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સંસદે પસાર કરેલા કાયદા વિરુદ્ધ ચુકાદો આપી ન શકે.

Post Comments