Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે પ્રિયાનો મોદી-રાહુલ-કેજરીવાલ સાથેનો મોર્ફ વીડિયો પણ વાઈરલ

- વેલેન્ટાઈન્સ વખતે જ પ્રિયા પ્રકાશનો વીડિયો વાઈરલ થયો છે

- આખો દેશ વેલેન્ટાઈન નિમિત્તે પ્રિયાના વેલેન્ટાઈન તરીકે મોદી, રાહુલ, કેજરીવાલ, ટ્રમ્પના વીડિયો જોવાન

અમદાવાદ, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

સાઉથની નવોદિત અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરનો એક વીડિયો છેલ્લા ત્રણ-ચાર દિવસથી દેશભરમાં વાઈરલ થયો છે. ક્લાસમાં ઉભેલી પ્રિયા પોતાના મિત્ર સાથે આંખોના ઉલાળાથી વાત કરે છે. પ્રિયાનો ક્યુટ ચહેરો અને આંખોના અદભૂત હાવભાવ તથા મારકણી અદાને કારણે આ વીડિયો ખુબ લોકપ્રિય થયો છે. મૂળ તો એક મિનિટ કરતાં લાંબુ એ ગીત છે, પરંતુ તેમાંથી ૨૬ સેકન્ડનો ભાગ આખા દેશમાં જોવાઈ રહ્યો છે.

આ વીડિયોની લોકપ્રિયતાનો લાભ લેવા માટે તેના મોર્ફ (ભેળસેળ કરેલા) વીડિયો પણ તત્કાળ તૈયાર કરી દેવામાં આવ્યા છે. પ્રિયા પ્રકાશનો ફોટો એક તરફ અને બીજી તરફ દેશના કેટલાક જાણીતા સેલિબ્રિટીનો ફોટો જોડી દેવામાં આવ્યો છે. કેટલાક કિસ્સામાં બન્નેના વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં પ્રિયા સાથે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, બાબા રામદેવ, સલમાન ખાન, અરવિંદ કેજરીવાલ, નાના પાટેકર, ઈશાંત શર્મા, ડોનાલ્ડ ટ્રમ્પ.. વગેરેને દર્શાવાયા છે.

આ વિવિધ સેલિબ્રિટી કે નેતાના આંખ હલાવતી કે મોઢુ હલાવતી ગીફ ઈમેજ કે પછી વીડિયો લઈને તેને પ્રિયાના વીડિયો સાથે મિક્સ કરી દેવામાં આવ્યા છે. આ રીતે આખો દેશ વેલેન્ટાઈનના પર્વ નિમિત્તે પ્રિયાના વેલેન્ટાઈન તરીકે મોદી, રાહુલ, કેજરીવાલ, ટ્રમ્પ વગેરેના વીડિયો જોવાનો આનંદ લઈ રહ્યો છે.

Post Comments