Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુપ્રીમમાં આજથી આધારને પડકારતી અરજીઓની સુનાવણી થશે

- પાંચ જજોની બનેલી બંધારણીય પીઠ સુનાવણી હાથ ધરશે

- સુપ્રીમ કોર્ટે ૧૨ જુલાઇએ ખંડપીઠની રચના કરવાનો નિર્ણય લીધો હતો

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.17 જુલાઇ, 2017, સોમવાર

આધાર નંબરની કાયદેસરતાને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીઓની સુનાવણી આવતીકાલથી પાંચ જજની બનેલી બંધારણીય બેન્ચ કરશે.

આ બંધારણીય બેન્ચમાં મુખ્ય ન્યાયમૂર્તિ જે એસ ખેહર, ન્યાયમૂર્તિ જે ચેલેમેશ્વર, એસ એ બોબ્દે, ડી વાય ચંદ્રચૂડ અને એસ અબ્દુલ નઝીર સામેલ છે.

સુપ્રીમ કોર્ટે ૧૨ જુલાઇના રોજ ખંડપીઠની રચના કરવાની સંમતિ દર્શાવી હતી. ૧૨ જુલાઇએ અરજકર્તાઓ વતી એટર્ની જનરલ કે કે વેણુગોપાલ અને વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન હાજર રહ્યાં હતાં.

આ અરજકર્તાઓએ વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં આધારને ફરજિયાત બનાવવાના સરકારના પગલાને પડકાર્યો છે.

Post Comments