Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેઘાલયમાં ભૂસ્ખલનથી વધુ બેનાં મોત : ઉ.ભારતમાં ગરમીમાં રાહત

- ઉત્તર પૂર્વના વિસ્તારમાં ભારે વરસાદ

- આસામ, મેઘાલય, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.18 જૂન, 2017, રવિવાર
 
મેઘાલયમાં ભારે વરસાદથી ભૂસ્ખલનમાં આજે વધુ બેના મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને પાંચ થયો હતો. ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો થતાં ગરમીમાં રાહત થઈ હતી.
પાટનગર દિલ્હીમાં વાતાવરણ ખુશનુમા હતું. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી નીચું ૩૫.૬ ડિગ્રી નોંધાયું હતું. પાટનગર દિલ્હીમાં વરસાદ નહોતો.
મેઘાલયમાં રીભોઈ જિલ્લામાં ભૂસ્ખલનમાં દટાઈને એક બાળક સહિત બેના મોત થયા હતા. પંજાબ અને હરિયાણામાં તાપમાનનો પારો સામાન્ય કરતાં નીચો રહ્યો હતો. ચંડીગઢમાં ૩૭.૮ અને અંબાલામાં ૩૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. પંજાબના અમૃતસરમાં ૩૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનમાં હળવા વરસાદને પગલે તાપમાનમાં ઘટાડો થયો હતો. શ્રીગંગાનગર, અલવર, ચુરૃ, હનુમાનગઢમાં વરસાદ થયો હતો. કોટા ૪૧.૯ ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું.
બિહારમાં હવામાન સૂકું હતું. ગયામાં ૪૧.૭ અને પટણામાં ૪૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયા હતા.હવામાન વિભાગે આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી હતી. ઉત્તર પ્રદેશ, હિમાચલ, દિલ્હી અને પંજાબ અને હરિયાણામાં હળવા વરસાદની આગાહી કરી હતી.

Post Comments