Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોદી હીરાબાને મળ્યા અને રાહુલ સોનિયાના ડ્રાઇવર બન્યા

- આજે મોદી અને રાહુલ માટે રહ્યો માતાનો દિવસ

- મોદી રાજકીય લાભ ખાટવા માતાનો ઉપયોગ કરે છે, હું રોજ મારી માતાને મળું છે: કેજરીવાલ

નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, મંગળવાર, 2017
 
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રજાઓ ગાળીને પરત ફર્યા ત્યારે માતા સોનિયા ગાંધી ૧૨, તુગલક રોડ નિવાસ સ્થાને તેમની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન બહેન પ્રિયંકા ગાંધી પણ ત્યાં જ હતા. આશરે બે કલાક પછી સોનિયા ગાંધી સીઆરવી હોન્ડા કારમાં તુગલક રોડ પર જોવા મળ્યા હતા.
 
આ દરમિયાન કાર રાહુલ ગાંધી ચલાવતા હતા. એક જગ્યાએ રાહુલે કાર રોકીને પત્રકારોને હલ્લો કહ્યું હતું. બાદમાં તેઓ ત્યાંથી ૧૦, જનપથી તરફળ આગળ વધી ગયા હતા. બીજી તરફ, મંગળવારે સવારે વડાપ્રધાન મોદી પણ પોતાના માતા હીરા બાને મળવા ગયા હતા. 
 
તેમણે સવારનો નાશ્તો પણ માતા સાથે કર્યો હતો. એ પછી તેમણે ઘણો સમય માતા સાથે વીતાવ્યો હતો. આમ, મંગળવારનો દિવસ ગુજરાત અને દિલ્હીમાં માતાનો દિવસ રહ્યો હતો.
 

Post Comments