Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાશ્મીરના અનંતનાગમાં સૈન્ય પર હુમલો કરી આતંકીઓ ફરાર

- કાશ્મીરમાં આતંકીઓ સક્રિય થતા હુમલા ફરી શરૃ

- આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન જારી, સૈન્ય પર સ્થાનિકોનો પથ્થરમારો

શ્રીનગર, તા.18 જૂન, 2017, રવિવાર
 
કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ સૈન્યના એક કાફલા પર હુમલો કર્યો હતો. આતંકીઓએ નાના મોટા હથિયારો વડે સૈન્ય પર ગોળીબાર કર્યો હતો. જોકે આ હુમલામાં કોઇ જાનહાનીના અહેવાલો નથી. 
બીજી તરફ આતંકીઓ હુમલો કરીને નાસી છૂટયા હતા. જેથી અનંતનાગ વિસ્તારમાં સૈન્યને એલર્ટ કરી દેવાયુ છે અને હાલ આતંકીઓની શોધખોળ માટેનું સર્ચ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું છે. 
આતંકીઓ અહીંના કેટલાક ઘરોમાં છુપાયા હોવાની શક્યતાઓ છે અને આગામી દિવસોમાં તેઓ કોઇ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હોવાથી સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આતંકીઓની સંખ્યા કેટલી હતી તે જાણી નથી શકાયું. બીજી તરફ અનંતનાગમાં જે વિસ્તારમાં આતંકીઓએ હુમલો કર્યો હતો ત્યાં સર્ચ ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા માટે કેટલાક અસામાજીક તત્વોએ સૈન્ય પર પથ્થરમારો કર્યો હતો. જેમાં સૈન્યના કેટલાક જવાનો ઘવાયા છે.

Post Comments