Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રીમાન એબે, યોકોસો...(વેલકમ) યોકોસો...(વેલકમ) ભલે પધાર્યા

- ઈતિહાસમાં સૌપ્રથમવાર કોઇ દેશના વડાપ્રધાન દિલ્હીના બદલે સીધા ગુજરાત પધારશે

અમદાવાદ, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

ભારત અને જાપાનના વચ્ચેના સંબંધોને મજબૂત બનાવતી જાપાનના વડાપ્રધાન શિંજો એબેની ગુજરાતની બે દિવસની ઐતિહાસિક મુલાકાતનો બુધવારથી આરંભ થઈ રહ્યો છે. ગુજરાતીઓ એબેનું યોકોસો, યોકોસો એટલે કે વેલકમ વેલકમ કહીને તેમનું ભવ્ય સ્વાગત કરવા આતુર છે.

ભારતનો બૂલેટ ટ્રેનનો ૧,૦૮,૦૦૦ કરોડનો સર્વપ્રથમ પ્રોજેક્ટને મૂર્તિમંત કરવાની કામગીરીનો આરંભ અને ગુજરાતમાં મૂડીરોકાણને લગતા પ્રોજેક્ટો અંગે સમજૂતી કરારને આખરી ઓપ પણ અપાશે.

નોંધપાત્ર બાબત એ છે કે જાપાનના વડાપ્રધાનની ભારત મુલાકાતનો આરંભ ગુજરાતથી થઈ રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને અહીં જ આવકારશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ સીધા જ અમદાવાદ આવ્યા હતા, મોદીએ આવકાર્યા હતા.

જાપાનના વડાપ્રધાનની ગુજરાત મુલાકાતથી થઈ રહેલો ભારત પ્રવાસ બન્ને દેશો વચ્ચેના આર્થિક-રાજકીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ પ્રવાસનું એક મહત્ત્વપૂર્ણ સોપાન અમદાવાદ-મુંબઈ વચ્ચેના બૂલેટ ટ્રેનનું છે. જે દેશના ઝડપી રેલ યાતાયાતના ઈતિહાસનું નજરાણું બની રહેશે.

મુંબઈ અમદાવાદ વચ્ચે કુલ ૫૦૮ કિ.મી.ની લંબાઈ ધરાવતા આ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટથી ત્રણ કલાકમાં જ અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર પ્રવાસીઓ કાપી શકશે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસને પણ બૂલેટ ગતિ મળે તે હેતુથી જાપાન અને ગુજરાત સરકાર વચ્ચે પણ અનેક પ્રકારના સમજૂતી કરાર થશે. તેમાં મહત્ત્વપૂર્ણ બાબત સાણંદ-૩ ફેઝમાં ખોરજ પાસે ૧૭૫૦ એકર વિસ્તારમાં વિશ્વસ્તરનું ઔદ્યોગિક કેન્દ્ર આકાર લેશે.

આ બન્ને મહાનુભાવોની મુલાકાતના સંદર્ભે અમદાવાદ શહેરને ભવ્ય રીતે શણગારાયું છે. લાંબો રિવરફ્રન્ટ, અન્ય ઐતિહાસિક ઈમારાતો સિદી સઈદની જાળી જેવા 'હેરિટેજ' સ્થળને રોશનીથી અભૂતપૂર્વ રીતે શણગારાયો છે. સરકાર અને મ્યુનિ.તંત્રએ આ આખીય મુલાકાતને જાણે દિવાળી પહેલાનાં 'પ્રકાશપર્વ'માં ફેરવી નાખી છે.

બન્નેની મુલાકાત સંદર્ભે સઘન સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો છે. આમ તા. ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરના દિવસો 'એબેમય' બની રહેશે. જાપાની વડાપ્રધાનને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિથી અવગત કરાવવા માટે એરપોર્ટથી આશ્રમ સુધીનો રોડ શો દરમિયાન તથા ૧૪મીએ સાયન્સ સિટી ખાતે યોજાનારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે.

Post Comments