Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વેલેન્ટાઇન ડે નહીં મનાવવા લખનઉ યુનિવર્સિટીએ ચેતવણી આપતા વિવાદ

- હિન્દુ સંગઠનો હિંસાના માર્ગે : કમલ હાસન

- વેલેન્ટાઇન ડે મનાવવા પર દેશમાં અનેક જગ્યાએ વિરોધ: હિન્દુ સંગઠનો મેદાનમાં

(પીટીઆઇ) લખનઉ, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

આવતી કાલના વેલેન્ટાઇન ડે પર લખનઉ યુનિ.ના કેમ્પસમાં જો કોઇ વિદ્યાર્થી રખડતો દેખાશે અથવા તો ક્યાં બેઠેલો દેખાશે તો તેની સામે શિસ્તભંગના પગલાં લેવાશે એવું  લખનઉ યુનિ.એ આજે ચેતવણી આપતા કહ્યું હતું. જો કે સત્તાવાળાઓએ શિવરાત્રીના તહેવારના કારણે આવતી કાલે યુનિ.માં રજા જાહેર કરી હતી. યુનિ.ના પ્રોકટરે વિદ્યાર્થીઓના વાલીઓને પણ ૧૪ ફેબુ્રઆરીએ તેમના સંતાનોને યુનિ. નહીં મોકલવા વિનંતી કરાઇ હતી.

'અમે વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ કરીએ છીએ કે તેઓ તેમના સંતાનોને યુનિ. ના મોકલે. તેમ છતાં જો કોઇ યુનિ.માં ક્યાં ફરતો દેખાશે તો તેની સામે શિસ્તભંગના પગલાં લેવાશે'એમ પ્રોકટરે કહ્યું હતું. ' ભૂતકાળમાં એવું જોવા મળ્યું હતું કે કેટલાક લોકો પશ્ચિમી સંસ્કૃત્તિની અસરમાં આવીને ૧૪મી ફેબુ્રઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા હતા'એમ એક પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું. તો તામિલનાડૂમાં કેટલાક હિંદુ સંગઠનોએ વેલેન્ટાઇન ડે પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી.

હિન્દુ મક્કાલ કાટ્ચીના પ્રમુખ અર્જુન સંપતે કહ્યું હતુ ંકે આવી ઉજવણી હિન્દુ સંસ્કૃત્તિની વિરૃધ્ધ છે. તેમણે અભિનેતા કમલા હાસનની હિન્દુ આતંકી અંગેની ટીપ્પણીનો પણ વિરોધ કર્યો હતો. તાજેતરમાં કમલાહાસને હિન્દુ આતંકવાદ અંગે કહ્યું હતું કે આ હિન્દુ સંગઠનો એ એટલા માટે હિંસાનો માર્ગ અપનાવ્યો છે કે તેમની રણનીતી હવે કામ કરતી નથી.

જો કે તેમણે પોતાના બચાવમાં કહ્યું હતું કે  તેઓ ધર્મના નામે કરાતી હિંસાના વિરોધી છે.તામિલનાડૂમાં રજની કાંત અને કમલાહાસન પણ રાજકારણમાં સક્રિય થતાં રાજકીય દ્રશ્યો બદલાયા છે. તેમના હાથ મીલાવવાના પણ સમાચાર આવ્યા હતા, પરંતુ હાસને ઇનકાર કર્યો હતો.તાજેતરમાં કમલાહાસને ભાજપ તરફ ઇશારો કરીને કહ્યું હતું કે જો રજનીકાંત કેસરિયા ગેંગનો સાથ લેશે તો તેઓ તેમની સાથે નહીં જોડાય.

Post Comments