શ્રીનગરમાં અલગાવવાદીઓના પ્રદર્શનના પગલે પ્રતિબંધ
- સેના-આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં નિર્દોષ નાગરિકોના મોતને પગલે અલગાવવાદીઓનું પ્રદર્શનનું આહ્વાન કર્યુ
શ્રીનગર, તા. 13 જાન્યુઆરી 2018 શનિવાર
કાશ્મીરમાં અલગાવવાદીઓએ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ દરમિયાન નિર્દોષ નાગરિકોના મોત નીપજતા પ્રદર્શનની જાહેરાત કરતા વહીવટીતંત્રએ શહેરના કેટલાક ભાગોમાં પ્રતિબંધ લગાવી દીધો છે.
શ્રીનગર ડિસ્ટ્રક્ટ મેજિસ્ટ્રેટે રેનવાડી, ખાનયાર, નૌહટ્ટા, એમ.આર.ગંજ, સફાકલ, મેસૂમા અને ક્રાલખુદમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે આ પ્રતિબંધોમાં જરૂરી સેવાઓને છૂટ મળી છે.
દરમિયાન પોલીસે જણાવ્યુ કે આ પ્રતિબંધોથી જરૂરી સેવાઓ, સરકારી કર્મચારીઓ, બેન્કકર્મચારીઓ, પરીક્ષાની તૈયારી કરી રહેવા વિદ્યાર્થીઓને છૂટ આપવામાં આવી છે. શહેરના સંવેદનશીલ સ્થળો પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ, અર્ધસૈનિક કેન્દ્રીય રિઝર્વ પોલીસદળને તૈનાત કરવામાં આવ્યા છે. શિયાળાને કારણે ખીણમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે.
જાણકારી અનુસાર સૈયદ અલી શાહ ગિલાની, મીરવાઈઝ ઉમર ફારૂખ અને યાસીન મલિકના નેતૃત્વવાળા સંયુક્ત પ્રતિરોધ નેતૃત્વ (જેઆરએલ)એ ખીણમાં બંધ અને વિરોધ પ્રદર્શનનુંઆહવાન કર્યું છે. પ્રતિબંધની સાથે જ વહીવટીતંત્રએ ઉમર ફારૂખને તેમના આવાસ નિગીનમાં નજરકેદ રાખ્યા છે જ્યારે ગિલાની પણ હૈદરપોરામાં પોતાના આવાસ પર નજરકેદ છે.
Post Comments
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
ટીમના માળખામાં છેડછાડ વિના ખેલાડીઓની ફેરબદલ જોવા મળશે
ટચૂકડા પડદાની અભિનેત્રી અમિતા ઉદ્રાતાનું નિધન
નાના પડદાના એક રિયાલિટી શોમાં માધુરી દીક્ષિત ફરી નિર્ણાયક બનશે
કંગના રનૌત પ્રથમ વખત કાન્સ ફેસ્ટિવલમાં રેડકાર્પેટ પર ચાલશે
દીપિકા અને ઇરફાન ખાન જે ફિલ્મ સાથે કરવાના હતા તે આજ હોવાનો આડકતરો ઇશારો
કેનેડામાં રાહદારીઓ પર વાહન ચઢાવી હત્યા કરનાર યુવક પર ખુનનો આરોપ
Trailer: 'વીરે દી વેડિંગ'માં જોવા મળ્યો Female Bondingનો નજારો
રિતિક બાળકલાકારોને પ્રોત્સાહિત કરે છે
-
GUJARAT
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News