Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજસ્થાનમાં મજૂરને જીવતો સળગાવ્યો વીડિયો વાયરલ થતાં હોબાળો

- પ.બંગાળના મજૂરને ઢોર માર મરાયો હતો આરોપીને ફાંસી આપવા પરિવારની માગ

(પીટીઆઇ) જયપુર, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

એક અત્યંત આઘાતજનક ઘટનામાં રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં એક મજુરને જીવતો બાળી નાંખવામાં આવ્યાનો વિડીયો વાયર લ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.મારી નાંખવામાં આવેલા મજુરને  પશ્ચિમ બંગાળનો મુહમ્મદ અફરોઝ તરીકે ઓળખવામાં આવ્યો હતો.

રાજનગરમાં આ અપરાઘ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું. આરોપી શભુલાલની પૂછપરછ કરવામાં આવી રહી હતી.આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારે આરોપી શંભુલાલને ફાંસી આપવા માગ કરી હતી. ગૃહ પ્રધાન ગુલાબચંદ કટારિયાએ  આ ઘટનાને વખોડી કાઢીને કહ્યું હતું કે ઘટનાની વધુ તપાસ કરવા તેને SIT ને સોંપવામાં આવ્યો હતો.

વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાતું હતું કે મજુરને પગેલાં તો ખૂબ મારવામાં આવ્યો હતો અને પછી તેની પર કેરોસિન છાંટી બાળી નાંખવામાં આવ્યો હતો. મજુર ઘટના સ્થળે જ ગુજરી ગયો હતો, એમ પોલીસે કહ્યું હતું. ઉદયપુરના આઇજી અનુસાર, વિડીઓમાં આરોપી પણ બુમો પાડતો દેખાતો હતો.ઘટનાની તપાસ શરૃ કરાઇ હતી.

Post Comments