Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેન્દ્ર સરકાર તાજ મહેલને બચાવી શકે તેમ ન હોય તો તોડીપાડે: સુપ્રીમ

- પ્રદુષણથી 'કાળા' પડી રહેલા તાજ મુદ્દે સુપ્રીમ 'લાલઘુમ'

- એફિલ ટાવરને નિહાળવા આઠ કરોડ લોકો આવે છે જે તાજ મહેલને નિહાળવા આવતા પર્યટકો કરતા આઠગણા વધુ છે

- પર્યટન મુદ્દે સરકારની ઘોર બેદરકારી દેશને જ નુકસાન પહોંચાડી રહી છે

- પ્રદુષણથી તાજને નુકસાન થઇ રહ્યું છે છતા ઉધ્યોગોને અનુમતી કેમ આપો છો? તાત્કાલીક તાજની આસપાસના ઉધ્યોગો બંધ કરો તેવો આદેશ

- તાજને બચાવવા કરતા તેેને નુકસાન પહોંચાડવામાં તમને વધુ રસ છે? સરકારને સુપ્રીમનો આકરો સવાલ  

નવી દિલ્હી, તા.11 જુલાઈ 2018, બુધવાર

તાજ મહેલની ચમક ઓછી થઇ રહી છે તેમજ અનેક જગ્યાએ તિરાડો જેવી ફરિયાદો પણ સામે આવી છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર તાજ મહેલની દેખરેખ રાખવામા નિષ્ફળ રહી છે. જેને પગલે સુપ્રીમ કોર્ટે સરકારો પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી સાથે જવાબદાર વિભાગો અને સરકારને ફટકાર પણ લગાવી હતી. સુપ્રીમ કોર્ટે આક્રામક રીતે જણાવ્યું હતું કે સરકાર તાજ મહેલની સારી રીતે દેખરેખ રાખી તેને બચાવે, નહીં તો ઇચ્છે તો તેને પાડે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તમે તાજ મહેલની દેખરેખ ન રાખી શકતા હોય તો તેને તોડી પાડો.

નારાજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એક તરફ ફ્રાંસના એફિલ ટાવરને જોવા માટે ૮ કરોડ લોકો આવે છે. જ્યારે બીજી તરફ તાજ મહેલને જોવા માટે માત્ર પાંચ કરોડ લોકો જ આવે છે. સરકાર તાજ મહેલને લઇને ગંભીર નથી. અને ન તો તેની કોઇ ચિંતા છે. આ પરથી એ પણ પુરવાર થાય છે કે સરકાર પર્યટનને લઇને પણ ગંભીર નથી. અને સરકારને કારણે જ આ દેશને નુકસાન થઇ રહ્યું છે. તાજ મહેલને લઇને ઘોર ઉદાસીનતા છે.

સુપ્રીમ કોર્ટે સાથે એમ પણ જણાવ્યું હતું કે સરકારને તાજ મહેલને બચાવવા, પર્ણટનને બચાવવા કરતા તાજ મહેલને નુકસાન પહોંચાડવાની વધુ પડી છે અને એટલે જ તાજ મહેલને નુકસાન પહોંચાડવા માટે તમે ઉધ્યોગોને અનુમતી આપી દીધી છે. નોંધનીય છે કે આગરા અને તેની આસપાસના વિસ્તારોમાં ઉધ્યોગોનું પ્રમાણ વધી રહ્યું છે. જેને પગલે તાજ મહેલને ઉધ્યોગો દ્વારા થતા પ્રદુષણની અસર થઇ રહી છે અને તેનો રંગ પણ બદલાઇ ગયો છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સરકારની ઝાંટકણી કાઢી હતી.

સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તાજ ટ્રેપેઝીઅમ ઓથોરિટી (ટીટીઝેડ)માં ઉધ્યોગ સ્થાપવા માટે લોકો અરજી કરી રહ્યા છે અને સરકાર તેના પર વિચાર પણ કરી રહી છે. સાથે સુપ્રીમ કોર્ટે પીએચડી ચેમ્બરને પણ કહ્યું કે જે ઉધ્યોગો ચાલી રહ્યા છે તેને કેમ તમે જાતે જ બંધ નથી કરતા?. બાદમાં ટીટીઝેડ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે અમે આ વિસ્તારમાં કોઇ જ ઇન્ડસ્ટ્રીને ખોલવાની અનુમતી નહીં આપીએ.

તાજ મહેલને લઇને રાજકારણ પણ થઇ રહ્યું છે. ભાજપના નેતાઓ તાજ મહેલને શિવ મંદિર બતાવી રહ્યા છે. તો કેટલાક ભાજપના નેતાઓ તેને મુઘલ કાળનું કલંક પણ ગણાવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે ટકોર કરતા સરકારને ઝાટકી છે અને તાત્કાલીક તાજ મહેલની દેખરેખના આદેશ જારી કર્યા છે. સાથે તાજ મહેલની દેખરેખ રાખતી ટીટીઝેડ ઓથોરિટીને તાજની આસપાસના ઉધ્યોગો બંધ કરવા આદેશ જારી કર્યો છે.

Post Comments