Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજ્યસભામાં મને અમાન્ય ઠરાવતા નિર્ણયને કોર્ટમાં પડકારીશ : શરદ યાદવ

- અજમલ કસાબને પણ અપીલની તક અપાઈ હતી, મને શા માટે નહીં ?

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

જદયુના વિદ્રોહી નેતા શરદ યાદવે કહ્યું હતું કે તેઓ તેમને રાજ્યસભાના સભ્યપદે અમાન્ય ઠરાવ્યા તે મામલાને કોર્ટ સહિત તમામ સ્તરે પડકારશે. જદયુના વડા નીતીશકુમાર અને ભાજપ સાથેના ગઠબંધનને કારણે તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે તેમને યોગ્ય રજૂઆતની તક પણ આપવામાં આવી નથી. વિજય માલ્યાએ જાહેર તિજોરી લૂંટી તેનો મામલો એથિક્સ કમિટીને સોંપાયો. જ્યારે તેમને તેવી કોઈ તક આપવામાં ન આવી.

હું પ્રજાના પ્રશ્નોને વાચા આપનારો સાંસદ હોવા છતાં મને રજૂઆતની તક આપવામાં ન આવી. એક પત્રકાર પરિષદમાં બોલતા યાદવે નાયડુના પોતાના નિર્ણયનો બચાવ કરતા નિવેદનને અમાન્ય ગણતા તેમણે કહ્યું હતું કે નાયડુનો વિરોધ કરવા માટે રાજ્યસભા તેમના માટે એક યોગ્ય સ્થળ હતું.

તેમણે પાકિસ્તાની ત્રાસવાદી અજમલ કસાબનો દાખલો પણ ટાંક્યો હતો કે તેને પણ તમામ સ્તરે અપીલ કરવાની તક આપવામાં આવી હતી. જ્યારે પોતાની બાબતે સુપ્રીમ કોર્ટે (વૈંકયા નાયડુ) સીધો ચુકાદો સંભળાવીદીધો. તેમને રજૂઆત કરવાની કોઈ તક જ આપવામાં ન આવી કે આખો મામલો સંસદીય સમિતિને સોંપીને તેનો ન્યાયસંગત ઉકેલ લાવવામાં ન આવ્યો.

તેમણે ઉમેર્યું હતું કે રાજ્યસભામાં મને અમાન્ય ઠરાવાયો તેનાથી મને કોઈ આંચકો નથી લાગ્યો. કેમ કે આવું કશુંક બનવાની મને અપેક્ષા હતી જ કેમ કે તે બધુ પહેલેથી  નક્કી જ હતું. શરદ યાદવ સ્થાનિક સ્તરે લોકપ્રિય નેતા છે. જેઓ લોકસભામાં સાત વખત જ્યારે રાજ્યસભામાં ચાર એમ કુલ ૧૧ વખત ચૂંટાયેલા નેતા છે.

Post Comments