Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાષ્ટ્રપતિઓમાં જ્ઞાની ઝૈલસિંગની ટર્મ સૌથી સંઘર્ષમય રહી

- ઓપરેશન બ્લુસ્ટાર, ઇન્દીરા ગાંધીની હત્યા જેવી ઘટનાઓ બની હતી

અમદાવાદ, તા. 17 જુલાઇ 2017, સોમવાર

ઓપરેશન બ્લ્યુ સ્ટારની ઘટના અને શીખો પરના અત્યાચારના મામલે શીખોના વિવિધ સંગઠનો દ્વારા રાજીનામુ આપવાનું દબાણ ઝેલીને ઝૈલસિંગે પદ સંભાળ્યું હતું.
ભારતના પ્રથમ શિખ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંગના કાર્યકાળ દરમિયાન પંજાબમાં આંતકવાદ, અમૃતસર મંદિરમાં ઓપરેશન બ્લ્યુ સ્ટાર, ઇન્દિરા ગાંધીની હત્યા અને દિલ્હીમાં શીખ વિરોધી તોફાનો જેવી અતિ સંવેદનશીલ ઘટનાઓ બની હતી.જેનાથી દેશ આખો હચમચી ગયો હતો.

તેઓએ જયારે ૨૫ જુલાઇ ૧૯૮ના રોજ રાષ્ટ્રપતિ બન્યા તે પછી ઇન્દિરા ગાંધીને ઉદ્દેશીને મારા નેતા કહેશે તો હું ઝાડુ વાળવા માટે પણ તૈયાર છું. અત્યારે હું રાષ્ટ્રપતિ પદ સંભાળીને હું ખૂબ જ ખૂશ છું.ઝૈલસિંગના આ નિવેદનની એ સમયે ભારે ટીકા થઇ હતી. ઇન્દિરાગાંધીએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં ખાલીસ્તાનપંથી અલગાવવાદીઓના સફાયા માટે ઓપરેશન બ્લ્યુ સ્ટાર શરુ કર્યું હતું. એવું કહેવામાં આવે છે શ્રીમતી ગાંધીના આ નિર્ણયથી ઝૈલસિંગ  સહેજ પણ વાકેફ ન હતા આ વાતનું તેમને ખૂબજ દૂખ થયું હતું. ૩૧ ઓકટોબર ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની શીખ બોડી ગાર્ડ દ્વારા હત્યા થઇ ત્યારે ઝૈલસિંગ ઓમાનના સત્તાવાર પ્રવાસે ગયા હતા. તેઓ પ્રવાસ ટુંકાવીને પાછા આવ્યા અને રાજીવ ગાંધીને વડાપ્રધાન તરીકેના શપશ લેવડાવ્યા હતા.

રાજીવ ગાંધીના શાસનમાં ઇન્દિરા ગાંધીની હત્યાનો બદલો લેવા માટે શીખો પર અત્યાચાર શરુ થયા ત્યારે ઝૈલસિંગે રાજીનામું આપવાનું  વિચારેલું પરંતુ એમ કરવાથી શિખો અને બિનશીખો વચ્ચેની તિરાડ વધશે એમ માનીને માંડી વાળ્યું હતું.

Post Comments