Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પેટ્રોલ-ડીઝલના દૈનિક ધોરણે બદલાતા ભાવમાં સરકાર કોઇ હસ્તક્ષેપ નહીં કરે : ધર્મેન્દ્ર પ્રધાન

- સરકાર સુધારા ચાલુ જ રાખશે : ઓઇલ મંત્રી

- અમેરિકામાં આવેલા વાવાઝોડાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા

- પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડયૂટી ઘટાડવા અંગે પ્રધાનનું મૌન : પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે : ધર્મેન્દ્ર પ્રધાન : જુલાઇથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં રૃ. ૭.૩નો વધારો

(પીટીઆઇ)          નવી દિલ્હી, તા. ૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
જુલાઇથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં ૭.૩ રૃપિયાનો વધારો થયો હોવા છતાં ઓઇલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં  દૈનિક ધોરણે કરાતા ફેરફારમાં કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતા જણાવ્યું છે કે સુધારાઓ ચાલુ જ રાખવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે સમય આવી ગયો છે કે જીએસટી પરિષદ પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના પ્રયત્નો કરે. સરકાર દેશના વિકાસ માટેની નાણાકીય જરૃરિયાતો અને લોકોની આકાંશાઓ વચ્ચે સંતુલન જાળવવાના પ્રયત્નો કરશે.

પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયૂટી ઘટાડવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્ર અંગે ધર્મેન્દ્ર પ્રધાને મૌન ધારણ કરી લીધું હતું. ભાવમાં વૃદ્ધિ અંગે થઇ રહેલી ટીકાઓને અયોગ્ય ગણાવતા પેટ્રોલિયમ પ્રધાને જણાવ્યું હતું કે ૧૬ જૂનથી અમલમાં મૂકવામાં નવી પદ્ધતિ પછી સળંગ ૧૫ દિવસ સુધી ભાવમાં થયેલા ઘટાડાની કોઇએ પણ નોંધ લીધી ન હતી.

તેમણે જણાવ્યું હતું કે ભારતની ઓઇલની જરૃરિયાત પૈકી ૮૦ ટકા ઓઇલની આયાત કરવી પડે છે. આ જ કારણે વર્ષ ૨૦૦૨થી પેટ્રોલ અને ડીઝલના ભાવને આંતરરાષ્ટ્રીય ભાવ સાથે જોડવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ દૈનિક ધોરણે બદલવામાં આવતા હતાં પણ ૧૬ જૂનથી દૈનિક ધોરણે ભાવ બદલવામાં આવી રહ્યાં છે.

દૈનિક ધોરણે ભાવ બદલવાને કારણે જો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અચાનક ભાવ ઘટે છે તો તેનો લાભ ગ્રાહકોને મળે છે.

ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે અમેરિકામાં વાવાઝોડા જેવા કારણોને લીધે ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે.

Post Comments