Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રિટેલમાં ૧૦૦ ટકા એફડીઆઇ દેશના નાના વ્યાપારીઓની કમર તોડશે : યથવંત સિંહા

- એફડીઆઇનો આરએસએસ અને ભાજપના જ નેતાઓ દ્વારા વિરોધ

- એક સમયે વિરોધ કરનારા ભાજપે જ તેનો અમલ કર્યો, દેશ માટે આ અયોગ્ય નિર્ણય : ભાજપના વરિષ્ઠ નેતા

એફડીઆઇને પ્રોત્સાહન આપશો તો મેક ઇન ઇન્ડિયાને કેવી રીતે શક્ય બનાવશો? : સ્વદેશી જાગરણ મંચ
એફડીઆઇ જેવા સુધારાથી બ્રાઝિલ ખાડે ગયેલું, ભારત તેનાથી બોધપાઠ લે : ગોવિંદાચાર્ય

નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

એક સમયે વિરોધ કરી રહેલા મોદી અને ભાજપે રિટેલમાં પણ ૧૦૦ ટકા એફડીઆઇને મંજુરી આપી દીધી છે. જેની ટીકા હવે ભાજપના વરીષ્ઠ નેતા યશવંત સિંહા કરી રહ્યા છે. યશવંત સિંહાએ જણાવ્યું હતું કે એફડીઆઇ એ ખરેખર ભાજપની લાઇન નથી. ભાજપ અત્યાર સુધી તેનો વિરોધ જ કરતુ આવ્યું છે.

યશવંત સિંહા મધ્ય પ્રદેશના નરસિંઘપુરમાં આવ્યા હતા, અહીં ખેડૂતો દ્વારા પાવર પ્રોજેક્ટનો ભારે વિરોધ થઇ રહ્યો છે તેમાં જોડાયા હતા ત્યારે આ નિવેદન કર્યું હતું. પત્રકારોની સાથે વાતચીત દરમિયાન યશવંત સિંહાએ જણાવ્યું હતું કે ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે ૧૦૦ ટકા એફડીઆઇનો વિરોધ કર્યો હતો. પણ હવે સત્તા મળી છે ત્યારે ભાજપ એફડીઆઇનો અમલ કરવા જઇ રહી છે જે દેશ માટે યોગ્ય ન કહેવાય. 

વાજપેયી સરકારમાં નાણા પ્રધાન રહી ચુકેલા સિંહાએ ચેતવણી આપી હતી કે જો સિંગલ બ્રાન્ડ રિટેલમાં પણ ૧૦૦ ટકા એફડીઆઇ લાવવામાં આવશે તો તેની સૌથી મોટી અસર દેશના નાના વ્યાપારીઓને થશે. ભાજપ જ નહીં આરએસએસના સંગઠનો દ્વારા પણ એફડીઆઇનો વિરોધ થવાનું શરુ થઇ ગયું છે. આરએસએસના સંગઠન સ્વદેશી જાગરણ મંચના કો-કન્વેનર અશ્વની મહાજને જણાવ્યું હતું કે એફડીઆઇમાં આટલી છુટછાટ દેશને નુકસાન કરશે, આ દેશ માટે હિતકારી પગલુ નથી. 

ભાજપના પૂર્વ નેતા ગોવિંદાચાર્યએ પણ ચેતવણી આપી હતી કે ૧૦૦ ટકા એફડીઆઇ જેવી નીતીઓનો અમલ કરવાનો હેતુ સરકાર માટે આર્થીક સુધારા છે પણ લાંબા ગાળે આ નીતીઓ ભારે નુકસાન કરશે. ભારતની સામે બ્રાઝીલ જેવા દેશો પણ ઉદાહરણ તરીકે છે પણ તેનાથી બોધપાઠ નથી લેવામાં આવી રહ્યો. બ્રાઝીલમાં લેવાયેલા આવા નિર્ણયોએ દેશને ખાડે નાખ્યો હતો.

મને આશા છે કે આરએસએસ અને ભાજપ આ મામલે કોઇ યોગ્ય પગલા લેશે. રિટેલમાં ૧૦૦ ટકા એફડીઆઇના પરીણામો ઘાતક આવી શકે છે. સ્વદેશી જાગરણ મંચે પણ કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયાની મોદીની યોજના વિરોધી જ આ નિર્ણય છે. તેનાથી સરકારને જ નુકાસન થશે.

Post Comments