Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિમાચલમાં ૯ નવેમ્બરે ચૂંટણી : ગુજરાતમાં કેન્દ્રની લીલીઝંડીની જોવાતી રાહ !!

- હિમાચલમાં ૧૮મી ડિસેમ્બરે પરિણામ, આચારસંહિતા લાગુ

- હિમાચલના તમામ મતદાન મથકોમાં વીવીપીએટીનો ઉપયોગ થશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં ૯ નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાશે  અને પરિણામ ૧૮ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે તેમ ચૂંટણી પંચે આજે જણાવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર એ કે જોતીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે પણ એક વસ્તુ નક્કી છે કે ગુજરાતમાં ૧૮ ડિસેમ્બર પહેલા ચૂંટણી પૂર્ણ કરી લેવામાં આવશે.

હિમાચલની ચૂંટણીની તારીખ જાહેર થતા જ આજથી આચારસંહિતા અમલમાં આવી ગઇ છે. હિમાચલમાં ૧૬ ઓક્ટોબરથી ફોર્મ ભરવાનું ચાલુ થશે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૩ ઓક્ટોબર રાખવામાં આવી છે. ૨૪ ઓક્ટોબરે ફોર્મની ચકાસણી થશે અને ૨૬ ઓક્ટોબર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. ઉમેદવાર ચૂંટણીમાં ૨૮ લાખ રૃપિયા સુધીનો ખર્ચ કરી શકશે. 

ગોવા પછી હિમાચલ પ્રદેશ બીજું રાજ્ય બનશે ત્યાં તમામ મતદાન મથકોમાં વીવીપીએટી(પેપર  ટ્રાયલ ઓફ વોટ)નો ઉપયોગ કરવામાં આવશે. તમામ ૭૫૨૧ મતદાન મથકો પર ઇવીએમની સાથે વીવીપીએટી જોડવામાં આવશે. ચૂંટણી પંચ પ્રથમ વખત હિમાચલ પ્રદેશના ૧૩૬ મતદાન મથકોમાં તમામ સ્ટાફ મહિલાઓનો રાખશે.

ઉલ્લેખનીય છે કે હિમાચલની વિધાનસભાની મુદ્દત ૭ જાન્યુઆરી, ૨૦૧૮ અને ગુજરાત વિધાનસભાની મુદ્દત ૨૨ જાન્યુઆરીના રોજ પૂર્ણ થઇ રહી છે. ગુજરાતની ચૂંટણી જાહેર ન કરવા અંગે પૂછાયેલા એક પ્રશ્રના જવાબમાં મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે અમને જણાવ્યું છે કે હાલમાં તહેવારની સિઝન, કેન્દ્રીય દળોની અછત તથા પૂરને કારણે થયેલા નુકસાન અંગે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

હિમાચલ વિધાનસભા ચૂંટણી સાથે સંકળાયેલા આંકડા
- કુલ બેઠકો : ૬૮
- ૨૦૧૨માં કોંગ્રેસે ૩૬ બેઠકો જીતી હતી
- ભાજપે ૨૬ બેઠકો જીતી હતી
- અપક્ષ સહિત અન્યોએ ૬ બેઠકો જીતી હતી
- ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ૫૯ બેઠકો પર આગળ રહ્યો
- ૨૦૧૪માં કોંગ્રેસ ફક્ત ૯ બેઠકો પર આગળ રહી
- ૨૦૧૨માં કોંગ્રેસને ૪૩ ટકા જ્યારે ભાજપને ૩૮.૪૭ ટકા મતો મળ્યા હતા
- ૨૦૧૪માં ભાજપને ૫૩ ટકા જ્યારે કોંગ્રેસને ૪૧ ટકા મતો મળ્યા

ચૂંટણી પંચ ભાજપ સરકારના દબાણ હેઠળ  : કોંગ્રેસ
ચૂંટણી પંચે ફક્ત હિમાચલની જ ચૂંટણીની તારીખ જાહેર કરતા કોંગ્રેસે ચૂંટણી પંચ પર આક્ષેપ કર્યો છે કે તે ભાજપના દબાણમાં કાર્ય કરી રહ્યું છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે મોદી સરકાર ચૂંટણી પંચ પર દબાણ બનાવી ગુજરાતની ચૂંટણી પાછળ લઇ જવા માગે છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણીની તારીખ એટલા માટે જાહેર કરવામાં આવી નથી કારણકે ૧૬ ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ગુજરાતમાં લોભામણી જાહેરાતો કરવાના છે.

Post Comments