Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હીના પીએસઆઈએ રૂપિયા ૫૦ હજાર ભરેલું પર્સ પાછું આપ્યું

- એક નાના અધિકારીએ દિલ્હી પોલીસનું નામ રોશન કર્યું

- પર્સના માલિકે ફેસબુક પોસ્ટ મૂકતા જ પીએસઆઈ રાતોરાત 'હીરો' બની ગયા

નવી દિલ્હી, તા.૧૦ બુધવાર, જાન્યુઆરી 2017
નવી દિલ્હીમાં મદન સિંઘ નામના ટ્રાફિક પોલીસ સબ ઈન્સ્પેક્ટરને રૃ. ૫૦ હજાર ભરેલું પર્સ મળ્યું હતું. જોકે, મદનસિંઘે એ પર્સ મૂળ માલિક જસપ્રિત સિંઘને શોધીને પરત પહોંચાડી દીધું હતું.

આ ઘટનાથી જસપ્રિતસિંઘ ભાવુક થઈ ગયા હતા અને તેમણે આ મુદ્દે ફેસબુક પર પોસ્ટ મૂકી હતી. જસપ્રિત સિંઘે લખ્યું હતું કે, મારું રૃ. ૫૦ હજાર મૂકેલું પર્સ મને પાછું આપવા પીએસઆઈ મદન સિંઘે ભારે જહેમત ઉઠાવી હતી. આ પર્સ પાછું મળતા જ મેં તેમને કંઈક ભેટ આપવાની વાત કરી હતી, પરંતુ તેમણે વિનમ્રતાથી તેનો પણ ઈનકાર કરી દીધો હતો.

આ ફેસબુક પોસ્ટ અપલોડ થતાં જ જોતજોતામાં વાયરલ થઈ ગઈ હતી. આ લખાય છે ત્યારે મદન સિંઘને અભિનંદન આપતી આ પોસ્ટ ૩,૧૦૦ વાર શેર થઈ ગઈ હતી અને ૧૨ હજાર લોકોએ તેને લાઈક કરી હતી. જસપ્રિત સિંઘે લખ્યું હતું કે, દિલ્હી પોલીસમાં સારા અધિકારીઓ છે, જે હંમેશા પ્રજાને મદદરૃપ થતા હોય છે. તેઓ હંમેશા આપણા ચહેરા પર સ્મિત જોવા ઈચ્છતા હોય છે. મારું પર્સ એક સાયકલ સવાર લઈને જતો રહ્યો હતો, પરંતુ ચબરાક અધિકારી મદન સિંઘ એ જોઈ ગયા હતા.
 

Post Comments