Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કૉગ્રેસના ૭ રાષ્ટ્રપતિ જયારે ભાજપ સાથી પક્ષોને હવે તક

- વાજપેયી સરકારમાં ચુંટાયેલા અબ્દુલ કલામ અપક્ષ ઉમેદવાર હતાં

અમદાવાદ, તા. 17 જુલાઇ 2017, સોમવાર

રાષ્ટ્રપતિની ચૂંટણીના આંકલન અને ગણતરીઓ સામાન્ય ચૂંટણીઓ કરતા જુદી હોય છે. કૉગ્રેસ પક્ષે ટેકો આપીને અપક્ષ ઉમેદવારો જીતાડયા હોવા ઉપરાંત પોતાના પક્ષમાંથી ઉભેલા ૮ માંથી ૭  ઉમેદવારો રાષ્ટ્રપતિ બન્યા છે. જયારે ૧૯૬૯માં કૉગ્રેસના ઓફિશિયલ ઉમેદવાર નિલમ સંજીવ રેડ્ડીની અપક્ષ ઉમેદવાર વી.વી ગીરી સામે હાર થઇ હતી.

કૉગ્રેસેના ઉમેદવાર બની રાષ્ટ્રપતિ  બનેલાઓમાં ફકરુદિન અલી અહેમદ, જ્ઞાની ઝૈલસિંગ, આર વેંકટરામન, શંકરદયાલ શર્મા, કે.આર નારાયણન, પ્રતિભા પાટિલ અને પ્રણવ મુખરજીનો સમાવેશ થાય છે. શાસક પક્ષ ભાજપે અને સાથી પક્ષોએ ૨૦૧૭ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રામનાથ કોવિદને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જયારે કોગ્રેસે પણ મીરાકુમારને આગળ કરીને દલિતકાર્ડ ખેલ્યું છે. લોકસભામાં બહુમતી,રાજયસભામાં પણ સારું સંખ્યાબળ, વફાદાર સાથી  પક્ષો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત જેવા મોટા રાજયોમાં પોતાની સરકારો જોતા ભાજપ સાથી પક્ષોના ઉમેદવારને પહેલીવાર રાષ્ટ્રપતિ બનાવવાની તક ઉભી થઇ છે.

ભાજપના અટલ બિહારી વાજપેયી પીએમ હતા તે સમયે રાષ્ટ્રપતિ બનેલા અબ્દુલ કલામ ભાજપ કે કૉગ્રેસના નહી પરંતુ અપક્ષ ઉમેદવાર હતા. ૨૦૧૪ના લોકસભા ઇલેકશનમાં રકાસ થયા પછી છેલ્લા ત્રણ વર્ષમાં સમયાંતરે યોજાયેલી પ્રાદેશિક  ચૂંટણીઓમાં પણ કૉગ્રેસ અને સાથી પક્ષોના નબળા પ્રદર્શનથી રાષ્ટ્રપતિ ઇલેકશનમાં ભાજપને ફાયદો દેખાઇ રહયો છે.

Post Comments