Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૫૮૦ કરોડની એક્સાઇસ ડયૂટીની ચોરી બદલ કેડબરી સામે કેસ

- CVCએ કેડબરીની ટેક્સ ચોરીનો કેસ CBIને સોંપ્યો

- ટેક્સ ચોરી છૂપાવવા બદલ સરકારી અધિકારીઓને લાંચ આપવાનો આરોપ

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
૫૮૦ કરોડ રૃપિયાની એક્સાઇઝ ડયૂટીની ચોરી છૂપાવવા માટે સરકારી અધિકારીઓને લાંચ આપવાના આરોપોની તપાસ કરી રહેલી સીબીઅઆઇએ કેડબરી ચોકલેટના નિર્માતા મોન્ડેલેઝ સામે કેસ દાખલ કર્યો છે. સેન્ટ્ર્લ વિજિલન્સ કમિશનના વડા કે વી ચૌધરીએ જણાવ્યું હતું કે સીવીસીએ આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની ભલામણ કરી હતી.

ચૌધરીએ એક ઇન્ટરવ્યુમાં પત્રકારોને જણાવ્યું હતું કે કમિશને સીબીઆઇને જરૃરી માહિતી આપ્યા પછી એજન્સીએ દાખલ કર્યો છે. અમે પ્રાથમિક તપાસ કરી હતી. તપાસમાં અમને અનેક પુરાવા મળ્યા હતા જે અમે સીબીઆઇને સુપ્રત કર્યા છે.

આ કેસ  હિમાચલ પ્રદેશના બાદ્દીમાં આવેલા મોન્ડેલેઝના યુનિટ સાથે સંકળાયેલો છે. આ સંદર્ભમાં મોન્ડેલેઝ ઇન્ડિયાના પ્રવક્તા જણાવ્યું હતું કે હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી આ મુદ્દે કોઇ ટિપ્પણી કરી શકાય તેમ નથી.

૨૦૧૫માં મોન્ડેલેઝ ઇન્ડિયા ફૂડ પ્રાઇવેટ લિમિટેડને ૫૮૦ કરોડ રૃપિયા વસૂલ કરવાની નોટિસ  ફટકારવામાં આવી હતી. ૨૦૧૧માં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્ટેલિજન્સ(ડીજીસીઇઆઇ)એ કંપની વિરુદ્ધ તપાસ શરૃ કરી હતી.

Post Comments