Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વસુંધરા સરકારનું ચૂંટણીલક્ષી પગલુ: કોલેજમાં જીન્સ અને ટી-શર્ટ પરનો બેન હટાવ્યો

- રાજસ્થાનમાં ચૂંટણી હવે નજીક છે તેવામાં યુવાનોને નારાજ કરવા મોંઘુ પડી શકે છે

નવી દિલ્હી, તા. 14 માર્ચ 2018 બુધવાર

રાજસ્થાનની કોલેજોમાં વિદ્યાર્થિનીઓને સંસ્કારી બનાવવા માટે વસુંધરા સરકારે કેટલાક દિવસો પહેલા અનોખુ ફરમાન રજૂ કર્યું હતુ. જે અનુસાર વિદ્યાર્થિનીઓને કોલેજોમાં જીન્સ અને  ટી-શર્ટ પહેરીને આવવાની મનાઈ કરી હતી. પરંતુ વિદ્યાર્થીઓના વિરોધ બાદ હવે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આ નિર્ણય પાછો લીધો છે.

મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આ નિર્ણયની પુષ્ટિ આપતા ટ્વીટર પર ટ્વીટ કરી, જેમાં કહ્યું કે જીન્સ અને ટી-શર્ટ પર બેનથી વિદ્યાર્થી ખુશ નથી. જેથી આ નિર્ણયને પાછો ખેંચી લેવાયો છે.

રાજસ્થાનમાં ચૂંટણી હવે નજીક છે. એવામાં યુવાનોને નારાજ કરવુ ભાજપને ભારે પડી શકે છે. પરિસ્થિતિને સમજતા જીન્સ અને ટી-શર્ટ પરથી પ્રતિબંધ દૂર કરવા અને સરકારી કોલેજોમાં યુનિફોર્મ પહેરવાનો નિર્ણય પાછો લીધો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ વસુંધરા સરકારે રાજ્યની દરેક કોલેજોમાં યુનિફોર્મ ફરજિયાત કરી દીધો હતો. આ સાથે જ જીન્સ અને ટી શર્ટ પર કોલેજોમાં બેન કરી દીધો હતો. મુખ્યમંત્રી રાજેએ પોતાના ટ્વીટમાં કહ્યું કે ડાયરેક્ટોરેટ ફોર કોલેજ એજ્યુકેશને વિદ્યાર્થીઓ પ્રતિનિધિઓની સલાહોના આધારે સરકારી કોલેજોમાં યુનિફોર્મને ફરજિયાત કરવાનો આદેશ જારી કર્યો હતો. પરંતુ મને જાણવા મળ્યુ કે વિદ્યાર્થીઓ આ નિર્ણયથી ખુશ નથી.

બીજા ટ્વીટમાં રાજેએ કહ્યું કે તેથી જ મે આ ફરજિયાતને સ્વેચ્છિક રાખવાનું કહ્યું છે. અમારી બાળકીઓને પોતાનું શિક્ષણ પૂરૂ કરવામાં જે પણ જરૂરિયાતો હશે તેને પૂર્ણ કરવા  જ અમે છીએ.

અગાઉ રાજ્યના શિક્ષણ મંત્રી કિરણ મહેશ્વરીએ કેટલાક દિવસો પહેલા નિવેદન આપ્યુ હતુ કે યુનિફોર્મનો નિર્ણય કોલેજના વિદ્યાર્થીઓની વિનંતીને અનુસરીને લેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકો અને પ્રિન્સિપાલને ડ્રેસ કોડની વિનંતી કરી હતી.

Post Comments