Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એરફોર્સ બાદ સૈન્યના અધિકારી હની ટ્રેપમાં ફસાયા, માહિતી લીક કરી હોવાથી અટકાયતમાં લેવાયા

- સોશિયલ મીડિયા પર સુંદર યુવતીની બનાવટી પ્રોફાઇલની જાળમાં ફસાયા

- જબલપુરમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલ રેન્કના અધિકારીની ઓફિસને સીલ મરાયું, પાકિસ્તાનને માહિતી આપી દીધી હોવાની શક્યતા

નવી દિલ્હી, તા.૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

છેલ્લા કેટલાક સમયથી આતંકીઓ અને આઇએસના એજન્ટો તેમજ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસની નજર ભારતીય સૈન્યની ગુપ્ત જાણકારી પર છે. જેને પગલે આતંકીઓ અને પાક. સૈન્યના અધિકારીઓ વગેરે દ્વારા સોશિયલ મીડિયા દ્વારા બનાવટી એકાઉન્ટ બનાવી યુવતી બનીને ભારતીય સૈન્યના કેટલાક અધિકારીઓને પોતાની જાળવામાં ફસાવવામાં આવી રહ્યા છે, જેને હની ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 આવી જ એક બનાવટી જાળમાં ભારતીય સૈન્યને લેફ્ટન્નટ કર્નલ રેંકના એક અધિકારી ફસાઇ ગયા છે. હાલ આ અધિકારીની સૈન્યની કાઉન્ટર ઇંટેલિજંસ વિંગે અટકાયત પણ કરી લીધી છે.

સેનાના સુત્રોએ જણાવ્યું હતું કે હની ટ્રેપનો આ શંકાસ્પદ મામલો જબલપુરમાં ૫૦૬ સૈન્ય બેઝ વર્કશોપ સાથે જોડાયેલો છે. અટકાયતમાં લેવામાં આવેલા આ લેફ્ટનન્ટ કર્નલ પર ગુપ્ત દસ્તાવેજો લીક કરવાનો આરોપ છે. આ મામલે લખનઉ કમાંડ હેડક્વાર્ટરના ઇન્ટેલિજન્સ બ્યૂરોએ મંળવારે રાત્રે જ કર્નલની પૂછપરછ કરી કાર્યવાહી કરી હતી. બહુ જ ગુપ્ત રીતે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સૈન્યના કોઇ પણ અધિકારીએ માહિતી આપવાની ના પાડી દીધી છે.

થોડા દિવસ પહેલા જ હની ટ્રેપમાં એરફોર્સના એક અધિકારી પણ ફસાયા હતા. નવમી ફેબુ્રઆરીએ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ માટે જાસુસી કરી રહેલ એક એજન્ટને માહિતી આપવા બદલ દિલ્હી એરફોર્સના ગુ્રપ કેપ્ટન અરુણ મારવાહ(૫૧)ની દિલ્હીથી ધરપકડ કરી હતી. આ કેપ્ટન પાસે એરફોર્સની અતી ગુપ્ત માહિતી હતી, જેને તેઓએ પાક.ની હની ટ્રેપમાં ફલાઇ જઇને આપી દીધી હતી. હાલ આ બન્ને અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે.

સામાન્ય રીતે હની ટ્રેપ માટે પાકિસ્તાન કે આતંકી સંગઠનો અથવા અન્ય દેશની ગુપ્તચર સંસ્થાઓ બનાવટી એકાઉન્ટ બનાવે છે, જેમાં પ્રોફાઇલ સંપૂર્ણપણે એક સુંદર યુવતીની તૈયાર કરવામાં આવે છે.

બાદમાં ભારતમાં જેની પાસેથી માહિતી કઢાવવાની હોય તેને ફસાવવામાં આવે છે. ધીરે ધીરે ચેટિંગ અને એસએમએસનું પ્રમાણ વધે છે. અને ક્યારે માહિતી કઢાવી લેવામાં આવી તેની અધિકારીને ખબર પણ નથી રહેતી.

Post Comments