Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરૂષિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે તલવાર દંપતીને નિર્દોષ જાહેર કર્યા

- 1418 દિવસની જેલ બાદ આવ્યો ચુકાદો

- 2013માં CBIએ આજીવન કેદની આપી હતી સજા

અલ્હાબાદ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

આરૂષિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે તલવાર દંપતીને નિર્દોષ જાહેર કર્યા છે. આજે અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે.

ચકચાર મચાવાના આરૂષિ અને હેમરાજ મર્ડર કેસમાં CBI અદાલતના ફેંસલા વિરૂદ્ધ રાજેશ તલવાર અને નૂપુર તલવારની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યો છે.

વર્ષ 2013માં CBIની સ્પેશિયલ કોર્ટે તલવાર દંપતીને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ ચૂકાદા વિરૂદ્ધ દંપતીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

16 મે, 2008નાં રોજ દિલ્હી નજીક આવેલાં નોઈડાના જલવાયુ વિહાર સ્થિત ઘરમાં 14 વર્ષની આરૂષિનું મર્ડર થઈ ગયું હતું.

આરૂષિની હત્યા ગળું કાપીને કરવામાં આવી હતી. લગભગ સાડા પાંચ વર્ષ ચાલેલી તપાસ અને સુનાવણી પછી CBI સ્પેશિયલ કોર્ટે તેના માતા-પિતાને દોષિત જાહેર કર્યા હતા.

નૂપુર અને રાજેશ તલવાર ગાઝિયાબાદની ડાસના જેલમાં હાલ આજીવન કેદની સજા કાપી રહ્યાં છે. તલવાર દંપતીએ CBI સ્પેશિયલ કોર્ટના ફેંસલાને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ બી.કે.નારાયણ અને જસ્ટિસ એ.કે.મિશ્રાએ આ વર્ષે 7 સપ્ટેમ્બરે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો.

તલવાર દંપતી દિલ્હી-NCRમાં જાણીતા ડેન્ટિસ્ટ રહ્યાં છે. ડો.રાજેશ પંજાબી અને નૂપુર મહારાષ્ટ્રિયન પરિવારથી છે.

નૂપુર એરફોર્સના અધિકારીની પુત્રી છે અને ડો. રાજેશના પિતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે. આરૂષિનો જન્મ 1994માં થયો હતો.


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments