Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દલિત મોરચા વખતે પથ્થરબાજીના વિરોધમાં ધુળિયામાં મરાઠા સમાજની વિશાલ રેલી

- શહેર ગુંડાગીરીથી મુક્ત કરવાની કલેક્ટર પાસે માગણી

(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

કોરેગાંવ-ભીમા ઘટનાનો નિષેધ કરવા માટે ૩ જાન્યુઆરીએ દલિત સમાજ તરફથી ધુળિયામાં મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે મોર્ચાના અમુક યુવાનોએ આગ્રા રોડ ઉપરના વેપારીઓના દુકાનો ઉપર પથ્થરબાજી કરવામાં આવી અને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

આ ઘટનાના નિષેધ માટે મરાઠા સમાજ તરફથી વિશાલ રેલી કાઢવામાં આવી આ રેલીમાં સર્વધર્મના વેપારીઓ, ડોક્ટર, વકિલ, શિક્ષક, પ્રોફેસર, હોટલ બિઝનેસમેન, મજદૂરો સામેલ થયા હતા. ૩ જાન્યુઆરીના મહારાષ્ટ્ર બંધમાં ધુળિયા શહેરના અલગ અલગ વિસ્તારના કોલનીમાં  ટુવ્હિલર અને ફોરવ્હિલર વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. પણ આ પ્રકરણમાં પોલીસો તરફથી ઠોસ કારવાઇ કરવામાં આવી નહીં.

આ બધુ જોવા જતા શહેરની શાંતતામાં ખલેલ પડી એટલે મરાઠ સમાજે આ વાતને ગંભીરતાથી લીધી લાખો લોકો મરાઠા મોરચાની રેલીમાં સામેલ થયા અને નિષેધ કરવામાં આવ્યો. શહેર ગુંડાગીરીથી મુક્ત કરવામાં આવે આ સંદર્ભે કલેક્ટર પાસે માગણીઓનું આવેદન આપવામાં આવ્યું.

ભીમા- કોરેગાંવની ઘટનાના નિષેધ માટે ૩ જાન્યુઆરીએ મહારાષ્ટ્ર બંધનું એલાન કરવામાં આવ્યું પણ આ બંધ  દરમિયાન દલિત સમાજ તરફથી મોરચો કાઢવામાં આવ્યો ત્યારે મહાપુરુષો તેમજ છત્રપતિ શિવાજી મહારાજ પ્રત્યે અશ્લિલ ભાષામાં નારેબાજી કરવામાં આવતા મરાઠા સમાજની ભાવનાઓને ઠેંસ પહોંચી. ગુંડાગીરી કરવાવાળાઓએ એસટી, ખાનગી બસોને નુકસાન પહોંચાડયું. દુકાનો અને કોલોની વિસ્તારમાં પથ્થરબાજી કરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડયું આ બધા ગુંડાઓને પોલીસ વહિવટે તાબામાં લઇને કારવાઇ કરવી, એવી માગણી કરવામાં આવી.

Post Comments