Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વસઇ-વિરાર-પાલઘરમાં વરસાદને કારણે થંભી ગયેલી ટ્રેનોમાં અટવાયેલા મુસાફરોએ રેલવે તંત્ર પર માછલા ધોયા

-કેળવે રોડ ઉપર યુવાનો લગભગ સોળ કલાક પેસેન્જરોની મદદે રહ્યા

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ, તા.11 જુલાઇ 2018,બુધવાર

મંગળવારે પાલઘર-વસઇ-વિરાર વિસ્તારમાં અતિવૃષ્ટિને કારણે અધવચ્ચે અટવાયેલી મુંબઇ તરફ આવતી ટ્રેનોમાં અટવાયેલા સેકડો મુસાફરોને સમયસર મદદ કરવામાં પશ્ચિમ રેલવેનું તંત્ર નિષ્ફળ રહ્યું હતું. જ્યારે પાલઘર અને કેળવેરોડ સહિતના સ્ટેશનો પર સવારથી મધરાત સુધી મુસાફરોને ચા-નાસ્તો અને ભોજન પૂરૃ પાડીને તેમજ બનતી સહાય કરીને યુવાન સ્વયંસેવકોએ રંગ રાખ્યો હતો.


રાજકો-મુંબઇ દુરન્તો એક્સપ્રેસ ગઇકાલે વહેલી  સવારે પોણાપાંચ વાગ્યે કેળવે રોડ સ્ટેશને આવીને અટકી ગઇ હતી. આ ટ્રેનમાં આવી રહેલા ઘાટકોપરના એક મહિલાએ કહ્યું હતું કે એક-બે કલાક નો એમનેમ બેઠા રહ્યા હતા કે કદાચ પાણી ઉતરશે એટલે ટ્રેન આગળ વધશે. પણ પછી ધીરજનો અંત આવી ગયો હતો. કોઇ જાતનું  એનાઉન્સમેન્ટ નહોતું થતું એટલે કેટલાક પેસેન્જરો નીચે ઉતરીને એન્જિન ડ્રાઇવરને પૂછી આવતા હતા.

કલાકો વિતી ગયા હતા. બરાબર દસ વાગ્યે કેળવે રોડના યુવા-સ્વયંસેવકો નાસ્તાના મોટા તપેલા અને ચાના થર્મોસ ભરીને આવવા માંડયા હતા. દરેક કમ્પાર્ટમેન્ટમાં ફરી  સહુને નાસ્તો-ચાપાણી આપ્યાહતા. સવારે દસ વાગ્યાથી આ યુવા-મંડળી પેસેન્જરોની સેવામાં હતી તે ઠેઠ મધરાત બાદ બે વાગ્યા સુધી માનવતાનું કાર્ય કરતી રહી હતી.


નાલાસોપારા પાસે અટકી પડેલી વડોદરા એક્સપ્રેસમાં પ્રવાસ કરતા એક ૭૦-૮૦ વર્ષના  વૃદ્ધાને સ્વયંસેવકોએ ખુરશીની પાલખી કરી સલામત સ્થળે પહોંચાડયા હતા.


વડોદરા એક્સપ્રેસના મોટા ભાગના પેસેન્જરોએ રેલવે તંત્ર પર માછલા ધોયા હતા અને કહ્યું હતું કે માનવતાનો સાદ સાંભળી આ યુવાનો મદદે જ આવ્યા હોત તો અમારી હેરાનગતીના કોઇ પાર ન રહેત પાલઘર સ્ટેશને સૌરાષ્ટ્ર મેલ અને જયપુર એક્સપ્રેસ અટકી પડી હતી તેના મુસાફરોને સ્થાનિક સેવાભાવી સંસ્થા દ્વારા ભોજન અને નાસ્તો તથા ચા-પાણી આપવામાં આવ્યા હતા.

Post Comments