Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવકની હત્યા કરનારા આરટીઆઇ ચળવળકર્તાની ધરપકડ

- અનેક મુદ્દે સાવંત સાથે વિવાદ હોવાથી અન્ય આરોપી સાથે મળીને હત્યાનું કાવતરું ઘડયું

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

કાંદિવલીમાં શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક અશોક સાવંતની હત્યાના ખળભળાટજનક મામલામાં આરટીઆઇ ચળવળકર્તા અને સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારીના ક્લાસ ચલાવતા આરોપીને પોલીસે ઝડપી લીધો છે. આ ગુનામાં અત્યાર સુધી પાંચ આરોપીને પકડવામાં આવ્યા છે. ઝોન-૧૨ના ડીસીપી વિનય રાઠોડે જણાવ્યું હતું કે ૪૩ વર્ષીય અનિલ વાઘમારે આ હત્યામાં માસ્ટરમાઇન્ડ છે. કાંદિવલીમાં તે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરાવવાના ક્લાસ ચલાવતો હતો. તેની જુદા જુદા મુદ્દે સાવંત સાથે દુશ્મનાવટ હતી. આથી બદલો તેણે સાવંતની હત્યાનુ કાવતરુ ઘડયું હતું.

અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ભૂતપૂર્વ નગરસેવક અશોક સાવંતે (ઉં.વ. ૬૨)ને લીધે આરોપી વાઘમારેના કમાવાના સ્ત્રોત બંધ થઇ ગયા હતાં.  અમૂક બાંધકામ બાબતે આરટીઆઇ ચળવળકર્તા વાઘમારે અરજી દ્વારા ફરિયાદ કરતો હતો. તેના વિસ્તારમાં પાલિકાની સ્કૂલમાં ક્લાસ મેળવવા માટે વાઘમારેએ અરજી કરી હતી. પણ તેને ક્લાસ મેળવી શક્યો નહોતો. આ માટે  સાવંત જવાબદાર હોવાનું તે માનતો હતો.

આમ તેના પ્રત્યેના સાવંતના વર્તનથી મે ગુસ્સામાં હતો. આથી તેણે અન્ય આરોપી સાથે મળીને સાવંતની હત્યાનું કાવતરું ઘડયું હતું. તેણે સાવંતની દિનચર્ચા પર નજર રાખી હુમલો કરાવ્યો હતો. આ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલું વાહન પણ પોલીસે કબજે કર્યું છે.

કાંદિવલી (પૂર્વ)માં રહેતા અશોક સાવંત રવિવારે રાતે ૧૧ વાગ્યે તેના મિત્ર વિનોદ સોનાવણે સાથે બાઇક પર ઘરે જઇ રહ્યા હતા. ત્યારે ગરની નજીક જ ચોપરના ૨૦ ઘા ઝીંકી સાવંતની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં હજી સુધી પાંચ આરોપીને પકડીને પોલીસ વધુ તપાસ કરી રહી છે, એમ સમતાનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર માનેએ કહ્યું હતું.

Post Comments