Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે ફિલ્મોમાં પોર્ન અને અશ્લીલતા પિરસવામાં આવશે: પહેલાજ નિહલાની

- સેન્સર બોર્ડમાંથી દૂર કરવા પાછળ કેટલાંક ફિલ્મ નિર્માતાનો હાથ હોવાનો આરોપ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

સેન્સર બોર્ડના અધ્યક્ષપદેથી દૂર કરાયા બાદ સંસ્કારી પહેલાજ નિહલાનીએ જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મારા ગયા પછી હવે ફિલ્મોમાં પોર્ન અને અશ્લીલ દ્રશ્યોની મિજબાની આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. પોતાને સેેન્સર બોર્ડ પરથી દૂર કરવા પાછળ કેટલાંક ફિલ્મ નિર્માતાઓનો હાથ હોવાનો આરોપ પણ તેમણે કર્યો હતો.

'સેન્સરશીપ મહત્ત્વની છે. તેને નકારવાનો અર્થ નિર્માતાને દરેક ફિલ્મમાં પોર્ન અને અશ્લીલ દ્રશ્ય પિરસવાની પૂર્ણપણે છૂટ આપવા જેવું છે.આપણા દેશની  સંસ્કૃતિ અને આપણા પારંપારિક મૂલ્યોનું જતન કરવા સેન્સરશીપની આવશ્યકતા છેે,' એમ નિહલાનીએ જણાવ્યું હતું. સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષપદેથી હાલ જ દૂર કરીને તેમના સ્થાને ગીતકાર પ્રસૂન જોશીની નિયુક્તિ કરવામાં આવી છે.

'આપણા દેશમાં સિનેમેેટોગ્રાફ કાયદો ભારતીયોને નજર સામે રાખીને તૈયાર કરાયો છે. સિનેમા યુવા વર્ગ પર બહુ પ્રભાવ પાડે છે. તમે પિલ્મમાં જેટલી વધુ અશ્લીલતા દર્શાવશો એટલો જ સમાજમાં હિંસા અને ગુનેગારીની ઘટના વધશે. લોકો સ્વચ્છ ભારતની જાહેરાત જુએ છે અને પ્રબાવિત થઈને રસ્તાપર થૂંકવાનું બંધ કરે છે?. તેમને ખોટી વાતો કહેશો તો તેઓ ખોટું કામ જ કરશે. આ વાત લોકોને કેમ સમજાતી નથી?' એવો સવાલ નિહલાનીએ કર્યો હતો.

સેન્સર બોર્ડનું કામ માત્ર પ્રમાણપત્ર આપવાનું છે, સેેન્સરશીપ લાદવાનું નથી એવો ખોટો પ્રચાર સરકારમાંના કેટલાંક લોકો કરે છે, એવો આરોપ તેમણે કર્યો હતો. કેટલાંક નિર્માતા મારી બદનામી કરવા ટ્રિબ્યુનલને મારી ફિલ્મોનું જુદું જ વર્ઝ દેખાડે છે એમ પણ  તેમણે જણાવ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ ટીવી અને ડિજિટલ વિશ્વમાં સેન્સરશીપની બહુ જરૃર છે. 'ટીવી પર બાળકોનું જાતીય શોષણ દર્શાવાય છે. આપણા જેવા સમાજમાં આ બધુ દર્શાવવાની પરવાનગી આપવામાં આવે? મેં મારી ફરજ ઈમાનદારીથી પાર પાડી છે. મને મંડળમાંથી દૂર કરયાના સમાચાર પ્રસારમાધ્યમ થકી મળ્યા હતા.'

હું સરકાર પર નારાજ નથી. ખાસ કરીને મોદીની કામગીરી સારી છે. હું તેમનો પ્રશંસક છું. ૯૮ ટકા નિર્માતા માારા પ્રત્યેે ખુશ હતા. બે ટકા નિર્માતાઓને હવે દિવાળી આવશે. જે ખોટી બાબતો સામે હું લડતો હતો હવે એ ફરી માથું ઊંચકશે, એમ નિહલાનીએ બળાપો કાઢતાં જણાવ્યું હતું.
 

Post Comments